બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટ અને સંચાલન માટે વ્યવસ્થાપક કમિટિમાં 6 સરકારી અને 11 બિનસરકારી સભ્યોની ટ્રસ્ટી તરીકે નિમણુંક કરતાં તેમાંથી ભાજપને બે ટ્રસ્ટીઓને ટિકિટ આપતાં બંને જણાંએ રાજીનામાં આપી દીધા છે.
બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટ અને સંચાલન માટે આજથી અઢી મહિના પહેલાં નવી વ્યવસ્થાપક કમિટીમાં 6 સરકારી અને 11 બિનસરકારી સભ્યોની ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરાઇ હતી. જે પૈકી સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય બલવંતસિંહ ચંદનસિંહ રાજપુત અને બહુચરાજીના સુખાજી સોમાજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની આ ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી છે.
આથી આ બંને ઉમેદવારોએ ટેમ્પલ ટ્રસ્ટની કમિટીમાંથી સ્વૈચ્છિક રાજીનામું રાજ્યના મુખ્યમંત્રી અને ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન વ મહેસાણા જિલ્લા કલેક્ટર મહેસાણાને મોકલી આપ્યું છે. રાજીનામામાં અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.