તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરાકરણ:પાટણમાં બહુચર પમ્પિંગ સ્ટેશને વીજ જોડાણ સાથે 2 મોટરથી કામગીરી શરૂ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી સર્જાયેલા પ્રશ્નનું માત્ર ચાર મહિનામાં નિરાકરણ
  • બે નવી મોટર નંખાતાં હવે ભૂગર્ભ ચોકઅપની સમસ્યા મહદ અંશે દૂર થશે

પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાની સમસ્યા પાંચ-સાત વર્ષથી લોકોને પરેશાન કરી રહી છે. ટેલિફોન એક્સચેન્જ કર્મભૂમિ સોસાયટી વિસ્તારમાં ગયા ચૂંટાયેલા પાલિકાના બોર્ડ વખતે પણ આંદોલનો અને દેખાવો થયા હતા જેમાં કોઈ હલ આવી રહ્યો ન હતો.

શહેરના 9 પમ્પિંગ સ્ટેશનમાં દરરોજ 20થી 25 એમએલડી જેટલો ભૂગર્ભ ગટરનો પાણીનો પ્રવાહ ઝડપથી નિકાલ ન થવાના કારણે અલગ અલગ સ્થળે લાઈન ચોકઅપ થવી અને ઉભરાવાની સમસ્યા સર્જાતી હતી જેને ધ્યાનમાં લઇને હાલની બોડી સત્તા પર આવતા ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશ પટેલ તેમજ ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલના પ્રયત્નોથી જીયુડીસી દ્વારા તાજેતરમાં જ રૂપિયા 17 લાખનું વીજ કંપનીનું એસ્ટીમેન્ટ ચૂકવ્યા પછી રૂપિયા આઠ લાખના ખર્ચે વિદ્યુત ટ્રાન્સફોર્મર પણ સ્થાપિત કરાતાં મંગળવારે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ચેરમેન જયેશ પટેલ દ્વારા સ્વીચ પાડીને પંપીંગ કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...