પક્ષીઓને આશરો મળશે:સરસ્વતીના વામૈયા ખાતે પક્ષીઘર બનાવાશે, દાતા તરફથી 5 લાખથી વધુનું દાન અપાયું

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષીઘર બનાવવા માટે દાન આપવા બદલ ગામજનોએ દાતાનો આભાર માન્યો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે આવેલા શ્રી જોગણી માતાના મંદિરના સાનિધ્યમાં દાતા ચોહાણ હરજીભાઈ શંકરભાઈ વામૈયા દ્વારા પક્ષીઘર બનાવવા માટે અંદાજે પાંચ લાખ 11 હજારનુ દાન આપવામાં આવ્યું છે.

દાતા ચૌહાણ હરજીભાઈ શંકરભાઈએ જણાવ્યું હતું કે, મારા વતન વામૈયા ખાતે પક્ષીઘર બનાવી રહ્યો છું તેના કારણે પક્ષીઓને ચોમાસામાં તેમજ ઉનાળામાં અને શિયાળામાં રહેવા માટેની ઉત્તમ સગવડ મળી રહેશે. મારા ગામ વામૈયાની શોભામાં વધારો થશે. પક્ષીઘર બનાવવા માટે દાન આપવા બદલ ગામજનોએ તેઓનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...