તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Attempts To Make Cadets Good Citizens Of The Country In Patan, Practical Examinations Conducted After Training Of 299 Cadets Of NCC

પાંચ પ્રકારની કસોટીઓ લેવાઈ:પાટણમાં કેડેટ્સ દેશનાં સારા નાગરીક બને તે માટેનો પ્રયાસ, NCCના 299 કેડેટર્સની તાલિમ બાદ પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાઈ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ બી ’ અને ‘ સી ’ સર્ટીફીકેટ માટે ચાર કોલેજોનાં છાત્રોએ પ્રેકટિકલ પરીક્ષા આપી

પાટણ ખાતે વર્ષોથી કાર્યરત NCC પ્રવૃત્તિ સાથે વિવિધ શાળા કોલેજોનાં છાત્રો સહઅભ્યાસિક વિષય તરીકે જોડાયેલા છે . આ છાત્રોને દેશ સેવાનાં તમામ આયામોની તાલીમ પાટણ ખાતે અપાય છે . આવી બે વર્ષની NCCની તાલીમ બાદ આજે તેઓની પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાનો કાર્યક્રમ અને કેમ્પ પાટણ ખાતે યોજાયો હતો. આ છાત્રોએ બે વર્ષમાં તેઓ જે કાંઇ શિખ્યા હોય તેનો નિચોડ આજે તેઓએ સફળતાપૂર્વક પ્રસ્તુત કર્યો હતો.

આ પ્રેક્ટિકલ પરીક્ષા માટે આવેલા NCCનાં મહેસાણા ખાતેની 7 બટાલિયનમાં સુબેદાર મેજર ને કરામજી તથા પાટણનાં NCC અધિકારી સાયન્સનાં પ્રાધ્યાપક ડૉ . લક્ષ્મણભાઈ ભૂતડિયા તથા સ્ટાફે જણાવ્યું કે , પાટણની એમ.એન. સાયન્સ કોલેજ ખાતે કાર્યરત NCC કેન્દ્ર સાથે જોડાયેલા 299 જેટલા કેડેટ્સની આજે પાંચ પ્રકારની પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હતી. તેમાં પાટણની સાયન્સ કોલેજ , પી.કે. કોટવાલા આર્ટસ કોલેજ , ટી.આર.એસ. કોમર્સ કોલેજ , તથા ચાણસ્માની કોલેજનાં છાત્રોએ વિવિધ પ્રકારનાં હોય ટેસ્ટ પ્રસ્તુત કર્યા હતા. જેમાં ડ્રીલ ટેસ્ટ, વેપન ટ્રેનિંગ, પરિડગે, સિગ્નલ, એફ.સી.બી.સી. તથા જિમીંગ પધ્ધતિની તાલીમનાં ટેસ્ટ લેવાયા હતા. મેજર નેફરામજીએ જણાવ્યું કે, આજે અહીં દરેક કેડેટનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે. અમે આ છાત્રોની બી અને સી સર્ટીફીકેટ માટેની પ્રેક્ટિકલ પરીક્ષા આયોજીત કરી હતી. બાળકોને NCCમાં તાલીમ આપીને દેશની સેવામાં મોકલી શકાય તે રીતે તેઓને તૈયાર કરવામાં આવ્યા છે . તેઓ દેશમાં યુધ્ધક્ષેત્રે કે આપત્તિઓનાં સમયે જવા માટે તૈયાર હોય તથા તેઓ દેશનાં સારા નાગરીક બની શકે છે .

અન્ય સમાચારો પણ છે...