સિધ્ધપુર તાલુકાના ખોલવાડા ગામે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ રાત્રે હત્યા કરી બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યકત કરાયા બાદ પીએમ રિપોર્ટમાં ગળુ દબાવી હત્યા નિપજાવ્યાનો ખુલાસો થયો છે. આ મામલે પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સિધ્ધપુર તાલુકાના ખોલવાડાગામે રહેતી દિપુબાના અરુણકુમાર સાથે 12 વર્ષના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક દિકરો હતો અવાર - નવાર પતિ- પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા. તેની અદાવતમાં પતિ કનકસિંહ બાબુજી રાજપૂતે રવિવારે રાત્રે ઉશ્કેરાઇ ગળાના ભાગે નખ માર્યાના નિશાન હતા તેમજ મોંઢાના ભાગે ઓશીકાથી દબાવી હત્યા કરી હોય તેવી શંકાઓ મૃતકનુ પીએમ કરાવ્યુ હતુ. ત્યારે પીએમ રિપોર્ટમાં પ્રાથમિક કોઝ ઓફ ડેથ આપેલ જેમાં શ્વાસ રૂધાવાના કારણે મોત થયુ હોવાનુ તેમજ મૃતકના ગળાના ભાગે ઇજાઓ થઇ હતી .આ અંગે પરણિતાનુ ગળુ દબાવી ખૂન કર્યુ હોવાની પિતા અરૂણકુમાર દલપાજી ઝાલાએ સિધ્ધપુર પોલીસ મથકે જમાઇ કનકસિંહ બાબુજી રાજપુત અને વેવાઇ બાબુજી રવાજી રાજપુત સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.
તપાસ અધિકારી ઇન્ચાર્જ પીઆઈ પી.એસ.ગોસ્વામી જણાવ્યુ હતુ કે, અકસ્માત મોત નોંધ દાખલ કરી હતી અને પીએમ રિપોર્ટ આધારે હત્યાનો ગુનો નોંધીને આરોપી કનકસિંહ તેમનો દિકરો એક રૂમમાં રાત્રે સુતા હતા જયારે પત્ની બાજુની રૂમમાં સુતી હતી તે શંકા દર્શાવતી વાત હતી. તેમજ મૃતક પાસે ઝેરની બોટલ જે હતી તે સિધ્ધી પડી હતી તેમજ રૂમમાં બેડ રૂમના ઓશીકાનો સેડ તે ઓસીકાના સેડ મેચ ન થયો જેવી બાબતો શંકા દર્શાવતી હતી. તે કનકસિંહ સઘન પુછપરછ કરતા તેઓ હત્યાની રાત્રે ગળુ દબાવી હત્યા કર્યાનુ કબુલાત કરી હતી.પોલીસે કનકસિંહ જેલ ધકેલી સસરા બાબુજી શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.