ફરિયાદ:ધ્રાંડવામાં ખેતરના શેઢે લાકડાં લેતી પરિણીતાની ઈજ્જત લેવાની કોશિશ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી
  • ભાભરના ઇંદરવા ગામના બે શખ્સો સામે ફરિયાદ

સાંતલપુર તાલકાના ધ્રાંડવામાં ઈંદરવાના શખ્સોએ મહિલાની ઈજ્જત લેવાની કોશિશ કરતાં ફરિયાદ નોંધાઈ છે. ધ્રાંડવા ગામની એક પરિણીતા સોમવારે સાંજે ખેતરના શેઢે લાકડા લેતી હતી તે વખતે ઠાકોર હિતેશભાઇ ગંગારામભાઇએ તેણીની ઇજ્જત લેવાના ઇરાદે હાથ પકડી જબરદસ્તી કરી હતી. અને જબરદસ્તી કરવાની ના પાડતાં હાથ પકડી નીચે પાડી દઇ જમીન ઉપર ઢસડી હતી.

જ્યાં તેણીએ બૂમાબૂમ કરતાં શખ્સ નાસી છુટ્યો હતો. આ બાબતે બે શખ્શોએ ધારીયુ તેમજ લાકડી જેવા હથિયારો લઇ મહિલાના ઘરે જઇ તારો પતિ કયાં છે તેને પતાવી દેવો છે તેમ કહી મનફાવે તેમ ગાળો બોલી હોવાની મહિલાએ વારાહી પોલીસ મથકે ઠાકોર હિતેશભાઇ ગંગારામભાઇ અને ઠાકોર ધીરજભાઇ બાજુજી (બંને રહે. ઇન્દરવા, તા.ભાભર) સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ ડી.કે.ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...