ફરિયાદ:કલ્યાણપુર ગામે દીવાલ પર પેટ્રોલ છાંટી સળગાવવા પ્રયાસ

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોકાવાડાના શખ્સે ગાડીને નુકસાન પહોંચાડ્યું
  • જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

સાંતલપુરના કલ્યાણપુરા ગામે ધોકાવાડા ગામના શખ્સે દીવાલ પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરતાં જેમજ ગાડીને નુકસાન પહોંચાડી મારી નાખવાની ધમકી આપતાં સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સાંતલપુર તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા હમીરભાઈ આહીરના ઘરની બહાર સોમવારે રાત્રીના ત્રણ વાગ્યેના સમયગાળા દરમિયાન ધોકાવાડા ગામના જીવણભાઈ બાબુભાઇ આહિરે દીવાલ પર પેટ્રોલ છાંટી આગ લગાડતા અને આગને કારણે ઘરમાં પાર્ક કરવામાં આવેલ ફ્રોચ્યુનર ગાડીને નુકશાની થતા અને આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા હમીરભાઈ આહીર દ્વારા સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઘર માલિક હમીરભાઈ ઘરમાં રાત્રે સૂતા હતા ત્યારે ધોકાવાડાના શખ્સે ત્યાં આવી દીવાલ પર પેટ્રોલ છાંટી આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસે શખ્સની પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...