તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:યુનિવર્સિટીને મળેલ નેકનો એ ગ્રેડ જાળવી રાખવા પ્રયાસ

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પસના વિભાગના અધ્યક્ષ અને અધ્યાપકોના માર્ગદર્શન માટે વર્કશોપ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને નેક દ્વારા મળેલ 'એ'ગ્રેડની અવધિ સમાપ્ત થતાં ફરીથી મૂલ્યાંકન માટે દરખાસ્ત કરવા માટે યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કેમ્પસના વિભાગોના અધ્યક્ષ અને અધ્યાપકોને માર્ગદર્શન આપવા વર્કશોપ યોજાયો હતો. જેમાં એક્સપર્ટ દ્વારા નેકની દરખાસ્તમાં જરૂરી વિગતો માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા નેક મૂલ્યાંકન માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત મૂલ્યાંકન માટે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ પાંચ વર્ષની કામગીરી તેમજ વિભાગોની શિક્ષણની પ્રક્રિયા, સંશોધન તેમજ છાત્રોના ભવિષ્ય માટે કરવામાં આવતી કામગીરી અંગેની વિગતો એકત્ર કરી તેનો ડેટા તૈયાર કરવાનો હોઈ માર્ગદર્શન માટે કેમ્પસમાં આવેલા તમામ વિભાગોના અધ્યક્ષ અને અધ્યાપકોનો બુધવારે વહીવટી ભવન ખાતે વર્કશોપ યોજાયો હતો.

જેમાં ઓનલાઈન એક્સપર્ટ ઉપસ્થિત રહી અધ્યક્ષ અને અધ્યાપકોને મૂલ્યાંકનમાં જરૂરિયાતવાળી માહિતી કેવી રીતે એકત્ર કરવી, કઈ કઈ બાબતોની જરૂરીયાત પડશે, કેવી રીતે ડેટા તૈયાર કરવો, અપલોડ કરવો તેમજ નેક કઈ કઈ બાબતો પર વિશેષ મહત્વ આપશે તેવી તમામ મહત્વની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ અધ્યક્ષ અને અધ્યાપકો મૂંઝવણના પ્રશ્નોનું પણ પ્રત્યુત્તર કરી નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં કુલપતિ સહિત તમામ વિભાગના અધ્યક્ષ અને અધ્યાપકો હાજર રહ્યા હતા.

ઓગસ્ટમાં મૂલ્યાંકન માટે દરખાસ્ત કરાશે
હોસ્પિટલ મેનેજમેન્ટના અધ્યક્ષ ડૉ. કે.કે. પટેલે જણાવ્યું હતું કે નેક મૂલ્યાંકન માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તમામ વિભાગોમાંથી ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. અંદાજે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં યુનિવર્સિટી દ્વારા મૂલ્યાંકન માટે દરખાસ્ત કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...