મારી નાખવાની ધમકી:વઢીયાર રામાનંદી સાધુ સમાજની મીટીંગમાં પ્રમુખ પર હુમલો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર પોલીસ મથકે 13 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

સમી તાલકાના મુબારકપુરા ગામ રહેતા ચંદુભાઇ ભગવાનદાસ સાધુ તેઓ વઢીયાર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ હોઈ 29-05-2020ના રોજ સવારે 10:30 વાગ્યાના સુમારે રાધનપુર રાપરીયા હનુમાન મંદિર ખાતે મિટીંગમાં આવેલા અને વઢીયાર રામાનંદી સાધુ સમાજના નવા ઉપપ્રમુખ તરીકે બાબુભાઇ કલ્યાણદાસ સાધુ રહે.કુણશેલા ( શેરગંજ) તા - રાધનપુર તથા મંત્રી તરીકે લક્ષ્મણદાસ ભજનદાસ સાધુ રહે - જેસડા તા - શંખેશ્વર જી - પાટણ વાળાની સર્વ સંમતિથી વરણી કરતા 13 શખ્શોએ મિટીંગમાં ચંદુભાઇને અપશબ્દો બોલી મારીને કેનાલમાં ફેંકી દેવાની ધમકી આપી હતી.

ઓફિસમાં શખ્સો લાકડીઓ, ધોકા તથા છરી જેવા હથિયારો લઇ આવીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચંદુભાઇએ રાધનપુર પોલીસ મથકે 13 શખ્સો ફરિયાદ નોંધાવી છે.તેવું PSI એચ.વી.ચૌધરી જણાવ્યુ હતું.

આ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
1.સાધુ ઘનશ્યામભાઇ કેશવદાસ રહે.મસાલી તા.રાધનપુર
2.સાધુ મિતેષભાઇ તુલસીદાસ રહે.ફિંચડી તા.બહુચરાજી
3.સાધુ બજરંગ પરષોત્તમ રહે.જાખેલ તા . સમી
4.સાધુ વિપુલભાઇ જયદેવભાઇ રહે.પાટણ તા.પાટણ
5.સાધુ દિનેશભાઇ ત્રિભોવનદાસ રહે.મસાલી તા.રાધનપુર
6.સાધુ રામપ્રકાશ કિશોરભાઇ રહે.કુવારદ તા.શંખેશ્વર
7.સાધુ રામદાસ હરિચરણદાસ રહે.શંખેશ્વર
8.સાધુ વિજય રામદાસ રહે.શંખેશ્વર
9.સાધુ સંજય રામદાસ રહે.શંખેશ્વર
10.સાધુ સુનિલ ઘનશ્યામભાઇ રહે.મસાલી તા.રાધનપુર
11.સાધુ મેહુલ ઘનશ્યામભાઇ રહે.મસાલી તા.રાધનપુર
12.સાધુ દિનેશ ત્રિભોવનદાસ રહે.મસાલી તા.રાધનપુર
13.સાધુ બજરંગ પરષોત્તમદાસ રહે.જાખેલ તા.સમી

અન્ય સમાચારો પણ છે...