હારિજ તાલુકાના અડીયા ગામના વતની અને પાટીદાર યુવા અગ્રણી હાર્દિક પટેલ ઉપર પાટણમાં આનંદ સરોવર ખાતે ધોકાવડે હુમલો કરી માર મારીને ગળામાંથી સોનાના દોરાની લુંટ ચલાવ્યાની પાટણ બી ડીવીઝન પોલીસ મથકે મેમદપુરના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
અડીયા ગામના કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતાં હાર્દિકભાઇ બચુભાઇ પટેલ સોમવારે પાટણ આવ્યા હતા. ત્યારે મેમદપુરના પટેલ પિન્ટુભાઇ મોહનભાઇએ ફોન કરીને સુભાષચોક પાસે બોલાવ્યા હતા ત્યાંથી આનંદ સરોવરના મેઈન ગેટ પાસે પિન્ટુભાઇએ ઉશ્કેરાઇ હાર્દિકભાઇને ધોકા વડે માર મારી ગળામાં પહેરેલ દોઢ તોલાનો સોનાના દોરાની ચોરી કરી હતી.લોકો આવી જતાં શખ્સ જતો રહ્યો હતો. ઇજાગ્રસ્તને જનતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. પાટણ બી ડીવીઝન પોલીસ મથકે શખ્સ પટેલ પિન્ટુભાઇ મોહનભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.