હુમલો:દુદખા ગામે ચેકિંગમાં ગયેલા વીજ કંપનીના 4 કર્મચારીઓ પર હુમલો

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક મકાનમાં આંકડી મારી વીજ ચોરી થતાં તપાસ હાથ ધરી હતી
  • વીજ કર્મીઓએ વિષ્ણુજી ઠાકોરને ચેકિંગ સીટમાં સહી કરવાનું કહેતાં ઉશ્કેરાયા

સરસ્વતી જ્યોતિ ગ્રામ ફીડર ઉપર આવતા સમી તાલુકાના દુદખા, નાનીચંદુર, વાઘપુરા, ઉપલીયાસરા, કોકતા, હરીપુરા સહિતના ગામોમાં વીજ ચેકિંગ કરવા માટે જંગરાલ પેટા વિભાગીય કચેરીના જુનિયર ઇજનેર દિલીપકુમાર ડાહ્યાભાઈ મકવાણા સહિત ચાર કર્મચારીઓ અને સમી, ચાણસ્મા, હારીજ પેટા વિભાગીય કચેરીની ટીમો નીકળી હતી.

શુક્રવારે વહેલી સવારે ચારે ટીમોએ દુદખા ગામે જુદી જુદી જગ્યાએ વીજ ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં દિલીપભાઈ મકવાણા અને તેમની ટીમના માણસો વિષ્ણુજી લગધીરજી ઠાકોરના ઘરે વીજ ચેકિંગ માટે જતાં વીજમીટર ન હતું અને ઘરની બાજુમાંથી પસાર થતી હળવા દબાણની લાઈનમાં કેબલ દ્વારા આંકડી મારેલી હતી.

તપાસ કરતા તેમના ઘરમાં 1800 વોલ્ટનું એ.સી, 750 વોલ્ટની પાણીની મોટર, 30 વોલ્ટના 4 બલ્બ, 60 વોલ્ટના ચાર પંખા કુલ 2910 વોલ્ટના વીજ ઉપકરણો લગાવી બિન અધિકૃત રીતે વીજ ચોરી કરી હોવાનું જણાતાં મકાન માલિક વિષ્ણુજીને ચેકિંગ સીટમાં સહી કરવાનું કહેતા તેમણે સહી કરી ન કરી ફાવે તેમ વર્તન કરી તમારાથી થાય તે કરી લો તેમ કહી ધોકાથી દિલીપભાઈ મકવાણાને મારવા જતા તેમની સાથેના આર.એલ.પટેલ, સાથેના કર્મચારી આઈ.આર. વરસાત અને બી.એન. પરમાર વચ્ચે પડતાં વિષ્ણુજીએ ધોકા વડે માર મારતાં દવાખાને ખસેડાયા હતા. આ અંગે દિલીપભાઈએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...