તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પર ગામે અપશબ્દો બોલવાની ના પાડતાં યુવાન પર છરી વડે બે વખત હુમલો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંતલપુર પોલીસ મથકે જીવલેણ હુમલો કર્યાની ગામના શખ્સ સામે ફરિયાદ

સાંતલપુર તાલુકાના પર ગામના યુવાન પર છરી વડે ઘા કરી કર્યા બાદ ઇજાગ્રસ્તે સારવાર અર્થે જતા હતા ત્યારે પાછળથી ગાડીમાં ધસી આવી ફરીથી છરી વડે ઘા ઝિકીને જીવલેણ હુમલો હતો. આ અંગે ઇજાગ્રસ્તે સાંતલપુર પોલીસ મથકે ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

સાંતલપુર તાલુકાના પર ગામે રહેતા નિકુલસિંહ ભીખાજી જાડેજા (ઉ.વ.29) તેમના વાડાની સામે અાવેલ ગણપતસિંહ જાડેજાની દુકાન પાસે વાતચીત કરતા હતા તે વખતે તેમના ગામના જાડેજા ભરતસિંહ બાબુજીઅે ઇકો ગાડીમાં આવી તેમની બાજુમાં ઉભી રાખી તેમને મન ફાવે તેમ અપશબ્દો બોલતાં નિકુલસિંહે અપશબ્દો બોલવાની ના પાડતાં ભરતસિંહે ઉશ્કેરાઇ છરી લઇને પાછળથી નિકુલને ડાબા પડખાના ભાગે ઘા મારતા બુમાબુમ કરતા લોકો દોડી આવતાં ભરત નાશી છૂટ્યા હતો.ઈજાગ્રસ્તને સારવાર અર્થે સાંતલપુર દવાખાને લઈ જતા હતા. ત્યારે ભરતસિંહ ઇકો લઇને સીઅેલ પરીખ હાઇસ્કુલ અાગળ ગાડીની સાઇડ કાપી અાગળ ઉભી કરી ઇજાગ્રસ્તે નીચે ઉતારી પીઠના છાતીના ડાબા પગની સાથળ ઉપર અાડેધડ છરીના ઘા ઝીક્યા હતા. જતા જતા કહેલ કે અાજે તુ બચી ગયો છે પરંતુ હવે અેકલો મળીશ ત્યારે જાનથી મારી નાખીશ તેવી ધમકી અાપી હોવાની ઇજાગ્રસ્તના ધારપુર સિવિલ હોસ્પિટલ નિવેદન અાધારે સાંતલપુર પોલીસ મથકે શખ્સ જાડેજા ભરતસિંહ બાબુજી રહે.પર સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ પીઅેસઅાઇ જે.અાર.શુકલાઅે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...