ખાતાકીય બદલીઓ:યુનિવર્સિટીમાં મદદનીશ, મુખ્ય ક્લાર્ક સહિત 26 કર્મચારીઓની અરસ પરસ વિભાગોમાં બદલી કરાઈ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી કામના ભાગરૂપે કેમ્પસમાં આવેલા વિભાગમાં ખાતાકીય બદલીઓ કરવામાં આવી
  • અચાનક બદલીઓ થતા વિભાગમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસના વિભાગમાં ફરજ બજાવતા મદદનીશથી સેવક સુધીના કુલ 26 કર્મચારીઓની અરસ પરસ વિભાગોમાં ખાતાકીય બદલી કરવામાં આવી છે.

યુનિવર્સિટીના વહીવટી ભવન, પરીક્ષા વિભાગ, મહેકમ હિસાબી શાખા, એકાઉન્ટ શાખા સહિતના મહત્વના વહીવટી વિભાગો તેમજ કેમ્પસમાં આવેલા ભાગોમાં ફરજ બજાવતા 7 મુખ્ય ક્લાર્ક, સિનિયર ક્લાર્ક 6 જુનિયર ક્લાર્ક 2 નાયક 2 વહીવટી મદદનીશ લેબ ટેકનીશીયન 6 સેવક મળી કુલ 26 કર્મચારીઓની અદલ બદલ વિભાગોમાં રજીસ્ટ્રાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા શુક્રવારે ખાતાકીય આંતરિક બદલીઓ કરવામાં આવી હતી. એકસાથે વહીવટી સ્ટાફની બદલીને લઈ વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા હોય અચાનક બદલીઓ થતા વિભાગમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...