તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • At The Time Of His Father's Funeral, 5 Robbers Who Broke Into The Closed House Were Confronted By The "lion Of Wadhiyar" And Caught One, 4 Escaped.

સન્માન:પિતાની અંતિમક્રિયા સમયે બંધ ઘરમાં ઘૂસેલા 5 ધાડપાડુઓનો "વઢિયારની સિંહણ'એ સામનો કરી એકને પકડ્યો, 4 ભાગી ગયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમીના કામિનીબેન પટેલનું અભૂતપૂર્વ બહાદુરી બદલ સ્વામી સચ્ચિદાનંદ મહારાજના હસ્તે બહુમાન કરાયું

આજે ધોળેદહાડે લૂંટફાટ અને ચોરીની ઘટનાઓ બની રહી છે, ત્યારે સમી ગામનાં 32 વર્ષીય વિરાંગના કામિનીબેન પટેલે બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમીના વેપારી અને જાણિતા સમાજસેવક ડાહ્યાભાઈ પટેલનું ગત 2 મેએ કાર અકસ્માતમાં અવસાન થતાં ઘર બંધ કરી પરિજનો અંતિમક્રિયા માટે વતન હારિજના અરીઠા ગયાં હતાં. આ તકનો ગેરલાભ લઇ પાંચેક ધાડપાડુ બંધ ઘરના કિચનની બારી તોડી અંદર ઘૂસ્યા હતા. જે આસપાસના રહીશોના ધ્યાને આવતાં તેમણે જાણ કરી હતી. આથી મૃતક ડાહ્યાભાઇ પટેલની પુત્રી કામિનીબેન સમી પહોંચી ગયાં.

ચોર-લુટારુને જોઇ કોઇપણ ડરી જાય, પણ આ તો વઢિયારની સિંહણ, ડરે એ બીજા. હાથમાં લાકડી લઇ સીધા ઘરમાં પહોંચી ગયાં. ઘરમાં કોઇ આવ્યું જાણતાં જ ચારેક ધાડપાડુ તો સીડીથી ધાબે ચડી ભાગી ગયા, પરંતુ એક ધાડપાડુ કામિનીબેનના હાથે ચડી જતાં લાકડીથી બરાબર ધોયો અને તેને પકડી પોલીસને સોંપી દીધો. કામિનીબેનનું આ સાહસ બદલ સરદારધામ અમદાવાદ દ્વારા ગત શુક્રવારે સ્વામી સચ્ચિદાનંદ મહારાજ (દંતાલી) હસ્તે રૂ.51,000 રોકડા આપી બહુમાન કરાયું હતું.

દરેક દીકરીને સ્વરક્ષણની તાલીમ ફરજિયાત આપવી જોઇએ
દરેક દીકરીને સ્વરક્ષણની તાલીમ આપવી જોઇએ, જેથી તે ગમે તેવા વિપરિત સંજોગોમાં, એકલી હોય તો પણ હિંમતપૂર્વક સામનો કરી શકે. મને મારા પપ્પાએ રાત્રે 10-12 વાગે પણ ઘરની બહાર નીકળું તો ક્યારેય રોકી નથી. ઉલટાનું મને કહેતાં કોઇ જરા સરખી પણ ગેરવર્તણૂંક કરે તો લાફો ઝીંકી દેવાનો. તેમણે આપેલી આ હિંમતથી જ આ ધાડપાડુનો સામનો કરી શકી છું. > કામિનીબેન પટેલ, મૂળ રહે. સમી, હાલ અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...