• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • At The Main Gate Of Bagwada Girls' School In Patan, There Was A Rush After The Roof Crusts Fell, And A Casualty Was Avoided After The School Was Dismissed.

મોટી દુર્ઘટના ટળી:પાટણમાં બગવાડા કન્યા શાળાના મુખ્ય ગેટ પર ધાબાના પોપડા પડતા દોડધામ, શાળા છૂટ્યા બાદ ઘટના બનતા જાનહાનિ ટળી

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારોમાં અનેક જૂના અને પ્રાચીન જર્જરીત થઈ ગયેલા મકાનો, દિવાલો જોવા મળતા રહે છે. તેની સાથો સાથ પાટણ નગરપાલિકા સંચાલિત શહેરમાં આવેલા કેટલાક શોપિંગ સેન્ટરો પણ વર્ષો પૂર્વે બનાવેલા હોય તે જર્જરીત બનવા જઈ રહ્યા હોય તેમ તેના પોપડા ખરી રહ્યા હોય દુકાનદારો અને વેપારીઓમાં ભયની લાગણી ઉભી થવા પામી છે. પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગ પર જ્ઞાનબાઈ પ્રસુતિગૃહની બાજુમાં આવેલ પાલિકાના શોપિંગ સેન્ટરમાં બગવાડા કુમાર શાળાના મકાનમાં પ્રવેશવાના માર્ગ પર સાંજના સુમારે મુખ્ય અચાનક જ ધાબામાંથી સિમેન્ટ કોન્ક્રીટના પોપડા ખરીને નીચે પડતા દુકાનદારોમાં ફફડાટ પ્રર્યો હતો.

સમારકામ કરવા માંગ
અહીંના એક વેપારીએ જણાવ્યું હતું કે અહીં પ્રાથમિક શાળા આવેલી છે જે શાળા સાંજે પાંચ વાગ્યે છૂટ્યા બાદ અને શાળાના શિક્ષક સ્ટાફ શાળાએથી નીકળ્યા બાદ અચાનક અહીંના ગ્રાઉન્ડ ફલોરના મુખ્ય દરવાજાના ધાબાના સિમેન્ટ કોન્ક્રીટના પોપડા ધડાધડ નીચે પડતા વેપારીઓ ગભરાટ સાથે ટોળે વળી ગયા હતા. પોપડા નીચે પડતા લોખંડના સળિયા ઉઘાડા થઈ જવા પામ્યા હતા. જોકે, સદનસીબે શાળા છૂટ્યા બાદ આ ઘટના બનતા કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ કદાચ શાળા શરૂ થવાના કે છૂટવાના સમયે બાળકો પસાર થતા હોત અને આ રીતે સિમેન્ટના પોપડા ખરીને નીચે પડ્યા હોત તો કેવી જાનહાની થાત તે અંગે ચર્ચાઓ જાગી હતી.

જૂના શોપિંગ સેન્ટરોની તપાસમી માંગ
આ અંગે અહીંના ફોટોગ્રાફીની દુકાન ધરાવતા એક જાગૃત દુકાનદાર દ્વારા નગરપાલિકાના એક કોર્પોરેટરને ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી. જોકે, પાટણ નગર પાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધિશોએ પાટણ શહેરમાં નગરપાલિકા સંચાલિત આવા જેટલા પણ જૂના શોપિંગ સેન્ટરો આવેલા છે તેની વર્તમાન પરિસ્થિતિ અંગે ચકાસણી અને સર્વે કરી તેની લોબી કે ધાબાના પોપડા નીચે પડે અને કોઈ જાનહાની સર્જાય તે પહેલા તેનું વ્યવસ્થિત સમારકામ કરવા પગલા હાથ ધરાય તેવી વ્યાપક લાગણી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...