હુમલો:રાધનપુરની હોસ્પિટલ આવેલા દર્દીને જૂની અદાવતમાં 4 શખ્સો મારવા ધસી આવ્યા

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાભરથી સારવાર અર્થે આવેલા વ્યક્તિએ ફરિયાદ નોંધાવી

રાધનપુર સામવેદ હોસ્પિટલમાં ગુરૂવારે ભાભરેથી આવેલ દર્દીને જુની અદાવતમાં રાધનપુરના 4 શખ્સો માર ધસી આવતાં હોસ્પિટલનો સ્ટાફ વચ્ચે પડીને સમજાવી કાઢ્યા હતા. દર્દીની કારના ટાયરને ધારીયાથી કાપા મારી પંચર કર્યું હતું. ભાભરમાં અંબિકાનગર સોસાયટીમાં રહેતા અને ઓટો ગેરેજની દુકાન ચલાવતાં મુસ્તાકભાઇ રહેમાનભાઇ ઘાંચી (મુસ્લીમ)ને બપોરે પથરીનો દુખાવો થતાં તાત્કાલિક રાધનપુર સામવેદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા.

સારવાર લઇને ઘરે જવા પાર્કિંગમાં પડેલ ગાડી પાસે જતાં ત્યારે રાધનપુરના ઘાંચી મોસીનભાઇ યામીનભાઇ નજીક આવી કહ્યું કે ચાણસ્મા પોલીસમાં આપેલ ફરિયાદ બાબત કેમ સમાધાન કરતાં નથી અને તમો સમાધાન કરી લો. મુસ્તાકભાઇ ઘાંચી કહ્યું કે અમારે કોઇ સમાધાન કરવું નથી તેમ કહેતાં મોસીનભાઇ ઘાંચી સહિત 4 શખ્સો લાકડી, ધારીયુ વડે મારવા ધસી આવતા તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા.

હોસ્પિટલનો સ્ટાફ વચ્ચે પડીને સમજાવી કાઢ્યા હતા. શખ્સોએ બહાર પડેલી કાર (જીજે 08 બીએસ 2513)ને ટાયર કાપા મારે પંચર કર્યુ હતુ. રાધનપુર પોલીસ મથકે મોસીનભાઇ યામીનભાઇ ઘાંચી, સોહીલભાઇ યામીનભાઇ ઘાંચી, ગુલામરસુલ રહેમાનભાઇ ઘાંચી અને ગુલામરસુલ ઇસાકભાઇ ઘાંચી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...