તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • At The Gate Of Patan University, Rs. Overbridge Approved At A Cost Of Rs 35.74 Crore, Proposed By The Municipality In The Year 2020

કામગીરી:પાટણ યુનિવર્સિટી ફાટક પર રૂ. 35.74 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર, નગરપાલિકા દ્વારા વર્ષ 2020માં દરખાસ્ત કરાઈ હતી

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણના યુનિવર્સિટી ફાટક પરથી ટ્રેન પસાર થાય ત્યારે વાહનનો ખડકલો જામતો હતો - Divya Bhaskar
પાટણના યુનિવર્સિટી ફાટક પરથી ટ્રેન પસાર થાય ત્યારે વાહનનો ખડકલો જામતો હતો
  • બે વર્ષ બાદ જીયુડીસીએ એજન્સી નિયુક્ત કરતાં કામ શરૂ થશે
  • T આકારના ઓવરબ્રિજના ત્રણ છેડા જિલ્લા પંચાયત, આશિષ સોસાયટી અને દવે કોમ્પ્લેક્સ પાસે ઉતરશે
  • આશરે 45-47 જેટલા પિલ્લરો પર ઓવરબ્રિજ આકાર પામશે

પાટણના અતિઆવશ્યક યુનિવર્સિટી ફાટક ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આખરે એજન્સી નિયુક્ત કરી દેવામાં આવી છે. મહેસાણાની રાકેશ કન્સ્ટ્રક્શન કંપનીનું ટેન્ડર સ્વીકારી લેવામાં આવ્યુ છે. જેમાં રૂ. 35 કરોડ 74 લાખ 68860ના ખર્ચે કામ મંજૂર રાખવામાં આવ્યું છે. તેની જાણ એજન્સીને કરી દેવામાં આવી છે. નગરપાલિકાને પણ આ અંગે વાકેફ કરવામાં આવી છે અને પાલિકા દ્વારા તેની વિવિધ શાખાઓને કરવાની થતી કામગીરી માટે સૂચિત કરવામાં આવી છે.

નગરપાલિકા દ્વારા યુનિવર્સિટી ફાટક ઓવરબ્રિજ માટે વર્ષ 2020 માં સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા રેલવે ટ્રેક ફાટક રહિત કરવાની યોજના અમલમાં લાવતા આ બ્રિજ મંજૂર કરાયો હતો. તેના માટે કન્સલ્ટન્ટ નિયુક્ત કરીને પ્રાથમિક તબક્કાની કામગીરી શરૂ કરાઈ હતી.

પાટણના યુનિવર્સિટી ફાટર પર તૈયાર થનારા ઓવરબ્રિજનો લેઆઉટ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
પાટણના યુનિવર્સિટી ફાટર પર તૈયાર થનારા ઓવરબ્રિજનો લેઆઉટ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

જેમાં T આકારના ઓવરબ્રિજનો એક છેડો જિલ્લા પંચાયત પાસે, બીજો છેડો રાજમહેલ રોડ પર આશિષ સોસાયટી તરફ અને ત્રીજો છેડો રેલવે સ્ટેશન તરફ દવે કોમ્પલેક્ષ સુધી ઉતારવાનુ ડિઝાઇનિંગ કરવામાં આવ્યું હતું. લગભગ 45 જેટલા પિલર પર બ્રિજ બનશે. આ રોડ ઉપર આવેલ શાળા કોલેજો, સોસાયટીઓ અને કોમર્શિયલ કોમ્પલેક્ષમાં મુક્ત રીતે વાહન વ્યવહાર સરળતાપૂર્વક થઈ શકે તે માટે સાનુકૂળ અંતરે આ થાંભલા કરવામાં આવશે.

ભાસ્કર અગ્રેસર: આખરે પાટણ શહેરનું સપનું સાકાર થશે
સિદ્ધપુર બસ સ્ટેશન પાસેના રેલવે ફાટક પર દિવસમાં વારંવાર પેસેન્જર અને ગુડ્ઝ ટ્રેન પસાર થતાં ફાટક ખોલ-બંધ થયા કરતા હતા. તેનાથી શહેરીજનો ખૂબ જ પરેશાન હતા. જેની નોંધ લઇને જિલ્લા મથક પાટણ શહેરમાં બ્રોડગેજ રેલવે શક્ય બની ત્યારે જ સંભવિત પાટણ-ભીલડી બ્રોડગેજ લાઇન શરૂ થશે ત્યારે સિધ્ધપુર જેવી જ મુસીબત ઊભી થશે તેવા વિચાર સાથે સૌપ્રથમ દિવ્ય ભાસ્કર દ્વારા યુનિવર્સિટી ફાટક અને ચાણસ્મા ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે માંગ ઉઠાવવામાં આવી હતી. શહેરની જનતાએ પણ તેમાં સૂર પુરાવ્યો હતો પરિણામ સ્વરૂપ બે ઓવરબ્રિજ મંજુર થયા હતા. કમનસીબે યુનિવર્સિટી ફાટકનો ઓવરબ્રિજ ના થયો પરંતુ ચાણસ્મા હાઈવે ફાટક ઉપર ઓવર બ્રિજ આજે ધમધમી રહ્યો છે. જોકે યુનિવર્સિટી ફાટક માટે મોડે મોડે પણ 2021માં કામગીરી શરૂ થવાની શક્યતા સર્જાઈ છે.

જીયુડીસીએ પાટણ પાલિકાને જાણ કરી
જીયુડીસી દ્વારા મહેસાણાની એજન્સી નિયુક્ત કરાયા ની જાણ પાટણ નગરપાલિકાની કરવામાં આવી છે. અને નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર બાંધકામ પાણી પુરવઠા સ્ટ્રીટ લાઈટ તેમજ અન્ય શાખાઓને કરવાપાત્ર કાર્યવાહી કરવા જણાવી દેવામાં આવ્યું હોવાનું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.

બ્રિજ બનતાં ટ્રાફિકની સમસ્યા હલ થશે
પાટણ શહેરમાં યુનિવર્સિટી પાસે આવેલા રેલ્વે ફાટક પરથી દિવસનાં હજારો વાહનો પસાર થતાં હતાં. નજીકમાં સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ દવાખાનાં અને રહેણાંક વિસ્તાર હોઈ લોકો અને વાહનોની ભારે અવર જવર રહેતી હતી. જ્યાં ટ્રેન આવતાં જ ફાટક બંધ કરાતાં ટ્રાફીક જામનાં દૃશ્યો સર્જાતાં હતાં. ફાટક બંધ થતાં રાહદારીઓએ પણ ઉભા રહેવાનો વારો આવતો હતો. તો આ ફાટક પરથી જ બસો પસાર થતી હોઈ હવે બ્રિજ બનશે ત્યારે ટ્રાફિક હળવો થશે

અન્ય સમાચારો પણ છે...