ઉજવણી:નવા વર્ષના પ્રારંભે પાટણમાં નગરદેવી કાલિકા માતાજીનો મેળો ભરાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ શહેરમાં પૂનમ સુધી માં ધાર્મિક મેળાઓ યોજાશે

ઐતિહાસિક નગર પાટણમાં દીપાવલી પર્વ નિમિત્તે નવા વર્ષથી પૂનમ સુધી વિવિધ સ્થળે લોકમેળા ભરાય છે.ત્યારે નવાવર્ષના પ્રારંભે શહેરના નગરદેવી કાલિકા માતાજી મંદિર ખાતે કાલિકા માતાજીનો મેળો ભરાયો હતો. નૂતન વર્ષ નિમિતે કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજીને નયનરમ્ય આંગી કરાઈ હતી.જેના દર્શન અને મેળાનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો. તો બાળકોએ ચકડોળ અને નાસ્તાની મજા માણી હતી. ત્યારબાદ બેસતુંવર્ષ, ભાઇબીજ, ત્રીજ, ચોથ અને પાંચમના દિવસોએ વિશાળ લોકમેળા યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. વિક્રમ સંવતના નવા વર્ષનો શુભારંભ ધર્મકાર્ય સાથે દેવદર્શન કરીને લોકો કરી રહ્યા છે.

કારતકસુદ એકમ એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસે (બેસતા વર્ષના દિવસે વહેલી સવારે દેવમંદિરોમાં લોકો પહોંચી ગયા હતા. પાટણનું ઐતિહાસિક જુની કાળકા મંદિર પરોઢથી જ માતાજીના દર્શનાર્થીઓથી ઉભરાયું હતું. ભાઇબીજના દિવસે શહેરના છીડીયા દરવાજા બહાર આવેલ ભૈરવ મંદિરે મેળો ભરાય છે. કારતક સુદ-ત્રીજના દિવસે શ્રી સિંધવાઇ માતાજીના મંદિરે મેળો ભરાય છે.

ચોથના દિવસે ફાટીપાળ દરવાજા બહાર આવેલ કરંડીયાવીરના સ્થાનકે શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના દિવસે સવારે પારેવિયાવીરના સ્થાનક મહેમદપુર ખાતે જ્યારે સાંજે જૂની કાળકા માતાના મંદિરે એમ બે મેળાઓ યોજાય છે. એકાદશીના દિવસે પટનો મેળો, બહુચરમાતાજીનો મેળો યોજાય છે. તથા કારતક સુદ 14 થી કારતક વદ-પાંચમ સુધી પદ્મનાભ દાદાનો મેળો ભરાય છે.આમ આજથી પૂનમ સુધી વિવિધ સ્થળે મેળા ભરાશે .

અન્ય સમાચારો પણ છે...