પાટણ જિલ્લામાં આજથી ત્રણ દિવસ માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ 2022નો શુભારંભ થયો છે. આજથી ત્રણ દિવસ તા.23થી 25 જૂને સુધી પાટણ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ બાળકોના પ્રવેશોત્સવથી ધમધમી ઉઠશે. પાટણ જિલ્લા પંચાયતથી કલેક્ટરસુપ્રિતસિંઘ ગુલાટીનાં હસ્તે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022નો રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતથી પાટણ જિલ્લાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022નાં રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સિદ્ધપુર તાલુકાના સેવાલાણી અને વરસીલા ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ બાળકોનું દફતર અને પુસ્તક આપીને સ્વાગત કર્યા બાદ શાળામાં વિધિવત પ્રવેશ આપ્યો હતો. આજથી શરુ થતા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી હતી.
બે વર્ષ બાદ શાળા પ્રવેશોત્સવનું આયોજન
કોરોના મહામારીનાં બે વર્ષ બાદ આ વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી તંત્ર સહિત બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં આ વર્ષે યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉજવણીમાં કુલ 16 હજારથી વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ કરશે. પાટણ ખાતે યોજાનાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાની તમામ શાળાઓ સહભાગી બનશે.
ઉચ્ચ અધિકારીઓ શાળાઓ હાજર રહ્યા
જિલ્લાની કુલ 792 પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે માટે 64 રૂટમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી માટે જિલ્લાના પદાધિકારીઓ અને રાજ્ય કક્ષાનાં ઉચ્ચ અધિકારીઓ શાળાઓમાં હાજર રહી બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે.
જિલ્લા પંચાયત ખાતે કલેકટર સુપ્રિત સિંઘ ગુલાટીનાં હસ્તે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ 2022નાં રથનું પ્રસ્થાન કરવામાં આવ્યુ તે પ્રસંગે નગર પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, શિક્ષણ સમિતિનાં ચેરમેન, મદદનીશ કલેક્ટર સચિન કુમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ પ્રજાપતિ, ડાયટનાં પ્રાચાર્ય સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.