પાટણ શહેરમાં આવેલી શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત પ્રજાપતિ છાત્રાલય ખાતે કારોબારી બેઠક મળી હતી. બેઠકમાં વિવિધ હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
પ્રમુખ તરીકે શાંતિભાઈ એસ.પ્રજાપતિ, ડીસા, મંત્રી રઘુભાઈ જી. પ્રજાપતિ પાટણ, આંતરીક ઓડીટર હરજીભાઇ એ. પ્રજાપતિ પાટણ, ઉપપ્રમુખ શિવાભાઈ એમ.પ્રજાપતિ પાટણ અને અણદાભાઇ એસ.પ્રજાપતિ, થરા, સહમંત્રી નીરૂભાઇ જે. પ્રજાપતિ પાટણ, ગોવિંદભાઈ પ્રજાપતિ સંખારી તેમજ ખજાનચી તરીકે જગદીશભાઈ બી.પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી.
પ્રમુખ શાંતિભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પ્રજાપતિ છાત્રાલય દ્વારા કોરોનાવાયરસની મહામારીમાં પણ ટિફિનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા સમાજના વિદ્યાર્થીઓ માટે પણ ક્લાસીસની વ્યવસ્થા કરાઈ હતી. હાલમાં 80 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. આગામી સમયમાં છાત્રાલયના નવીન બિલ્ડીંગ બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હંમેશા છાત્રાલયના વિકાસ માટે સમાજના દાતાઓનો સહકાર મળ્યો છે. આ કારોબારી બેઠકમાં સમાજના આગેવાનો અને કારોબારી સભ્યો સલાહકાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.