તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઓફલાઈનમાં 60થી 62 ટકાની સામે ઓનલાઈન પરીક્ષાનું પરિણામ 72 ટકા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 અભ્યાસક્રમમાં 100 ટકા વિદ્યાર્થી પાસ, 48 ટકા સંખ્યા નાપાસ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કોરોના કાળમાં પ્રથમવાર ઓનલાઇન પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં 1.11 લાખથી વધુ છાત્રો પરીક્ષાઓ યોજાતાં 72 ટકા પરિણામ આવ્યું હતું. 28 ટકા છાત્રો નાપાસ થયા હતા. જેમાં સૌથી ખરાબ પરિણામ બી.એ સેમ 3નું આવ્યું હતું. જેમાં 48 ટકા સંખ્યા નાપાસ થઇ હતી. 29 જેટલા અભ્યાસક્રમમાં 100 ટકા સંખ્યા પાસ થઇ હતી.

યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાઓ લેવાનો નિર્ણય લઇ પહેલી વાર પહેલ કરી હતી. જેમાં સેમ 2.3,5 અને પાંચ વર્ષના અભ્યાસક્રમમાં સેમ 7 અને 9ની ઓક્ટો - ડિસેમ્બરની ઓનલાઇન પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં સોફ્ટવેરની ખામીઓને લઇ 4 અભ્યાસક્રમની ઓફલાઈન પણ પરીક્ષાઓ લેવી પડી હતી. ત્યારે કુલ 74 જેટલી પરીક્ષાઓ યોજાતાં 1,11,656 છાત્રોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 80260 છાત્રો પાસ થયા હતા. 31396 છાત્રો નાપાસ થવા પામ્યા હતા. સરેરાશ યુનિવર્સીટીનું 72 ટકા પરિણામ આવ્યું હતું.

સ્નાતક અને અનુસ્નાતક બન્ને પરીક્ષાઓમાં સરેરાશ ઓફલાઈન પરીક્ષાનું 60 થી 62 ટકા આસપાસ પરિણામ આવે છે. પરંતુ ઓનલાઇન પરીક્ષામાં ઓછી મહેનતે અને એમસીક્યું પદ્ધતિથી પરીક્ષા યોજાતા આ વર્ષે 10 ટકા પરિણામ ઊંચું જઈ અંદાજે 72 ટકા આસપાસ પરિણામ આવ્યું હોવાનું પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

સૌથી વધુ બી.એ સેમ 3માં 14430 છાત્રો નાપાસ
સૌથી ખરાબ પરિણામ આર્ટ્સમાં બીએસ સેમ 3નું આવ્યું હતું. જેમાં કુલ 30845 છાત્રોની પરીક્ષા લેતા 15516 ( 51.81 ટકા ) છાત્રો પાસ થયા હતા. 14430 (48.19) છાત્રો નપાસ થયા હતા. છાત્રો નાપાસ અંગે તપાસ કરતા શૈક્ષિણક તજજ્ઞોના માટે ઓનલાઇન પ્રથમવાર પરીક્ષા હોઈ પદ્ધતિમાં અટવાતા ઉપરાંત કોરોનાને લઇ તૈયારી ન કરી શકતા અને મટિરિયલ અને માર્ગદર્શનના અભાવે છાત્રો યોગ્ય રીતે પરીક્ષા આપી શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...