માંગણી:દરેક જિલ્લા મથકે ડૉ. બાબાસાહેબ આંબેડકર લાઈબ્રેરી બનાવવા રજૂઆત

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં અનુસુચિત જાતિ વર્ગના સ્નાતક કક્ષાના વિધાર્થીઓ શૈક્ષણિક અભ્યાસ સાથે સરકારી ભરતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે ત્યારે રાજ્ય સરકારે જે રીતે જિલ્લા મથકે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવનનું નિર્માણ કરેલ છે તે મુજબ રાજ્યમાં દરેક જિલ્લા મથકે ડૉ.બાબાસાહેબ આંબેડકર લાઈબ્રેરીનું નિર્માણ થાય તે માટે આગામી બજેટમાં ખાસ જોગવાઈ કરવાની રજૂઆત પાટણના યુવા કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયાએ સરકાર અને પ્રદેશ ભાજપા અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડો. પધ્યુમન વાજા,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર અને અનુસુચિત જાતી કલ્યાણ સમિતિના ચેરમેન હિતુ કનોડિયાને કરી છે.

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની અનુસુચિત જાતિના સર્વાંગી વિકાસ માટે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા 65 ઉપરાંત અનેકવિધ શૈક્ષણિક, સામાજિક, આર્થીક, રોજગારલક્ષી તેમજ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં છે.આ રીતે પુસ્તકાલય શરૂ કરવાની રજુઆત વખતે પ્રદેશ ભાજપ આઈ.ટી.વિભાગના સહ પ્રભારી પરેશભાઈ મકવાણા અને સરસ્વતી તાલુકા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ અરવિંદ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...