તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળા દિવસે લૂંટ:સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા પાસે આંગડીયા કર્મચારીને આંતરીને લૂટારૂઓ થેલો લઇને ભાગી ગયા, રૂ. 6.84 લાખનો મુદ્દામાલ લૂંટાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનુ અને હીરાના પેકેટ ભરેલો થેલો લઇ લૂંટારૂઓ ફરાર થઇ ગયા
  • જિલ્લા પોલીસવડા સહિત એલસીબી અને એસઓજીની ટીમ દોડતી થઇ

પાટણ જિલ્લાના સિધ્ધપુર અને તેને જોડતા નેશનલ હાઇવે માર્ગો પર આંતરે દિવસે લૂંટના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે સવારે દેથળી ચાર રસ્તા પાસે રૂા 6 લાખ 84 હજારની સનસનાટીભરી આંગડીયા લૂંટની ઘટના પ્રકાશમાં આવતા જિલ્લા પોલીસવડા સહિત એલસીબી અને એસઓજીની ટીમ દોડતી થઈ ગઈ છે.

સમગ્ર ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ, સિદ્ધપુરના જ્યંતી સોમા આંગડીયા પેઢીના કર્મચારી પટેલ કનુભાઇ સોમાભાઈ અમદાવાદથી સિધ્ધપુર આંગડીયુ લઈને દેથળી ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એક સિલ્વર કલરની ગાડીમાં આવેલા ચાર ઇસમોએ આંગડીયા કર્મચારીને આંતરીને તેમના થેલામાં ભરેલા હીરાના પેકેટ અને સોનું મળી રૂ 6 લાખ 84 હજારના મુદ્દામાલની સનસનાટીભરી લૂંટ ચલાવી ચાર અજાણ્યા લૂંટારુ ઇસમો આંખના પલકારામાં ગાડી હંકારી પલાયન થઈ ગયા હતા લુંટના બનાવ અંગે પાટણ જીલ્લા એસ.પી. સહિત એલસીબી અને એસઓજી સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. સિધ્ધપુર દેથળી ચાર રસ્તાના સર્કલ પાસે બનેલી આ ઘટનાને લઇ સમગ્ર સિધ્ધપુર પંથકમાં ચક્યાર મચી જવા પામી હતી. જ્યારે અન્ય આંગડીયા પેઢીના માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આ બનાવ અંગે લૂંટનો ભોગ બનનાર કર્મચારીએ સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા જિલ્લા એસ.પી.ની સૂચના અનુસાર, એલસીબી અને એસઓજી સહિતની ટીમોએ અમદાવાદ સિધ્ધપુર અને નેશનલ હાઈવેને જોડતા માર્ગો પર નાકાબંધી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદ, સુરત અને મુંબઈ ના પાર્સલ થેલામાં હતા
જયંતિભાઈ સોમાભાઈ પટેલ આંગડિયા પેઢીના થેલામાં અમદાવાદ ખાતેના પાર્સલ નંગ 12માં સોનાના દાગીના તથા હીરાનો કિંમત 3,65,930 માલ હતો. મુંબઈ ખાતેના પાર્સલ નંગ 4 માં હીરાનો માલ આશરે કિંમત 4000 નો હતો. સુરત ખાતેના પાર્સલ નંગ 21 માં સોનાના દાગીના તથા હીરાનો માલ આશરે 3,14,100 નો હતો .જે મળી કુલ આશરે કિંમત 6 ,84,030 નો મુદ્દામાલ લૂંટ કરી જવાયો હતો. લૂંટ કરી શખ્સો ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ હતી.

ઘટનાસ્થળે અવરજવર વધારે રહેતી નથી
આ ઘટના બની તે સ્થળ ઉપર ફેક્ટરીની દિવાલ હોવાથી રસ્તા પર કોઈ દુકાન કે કેબિન આવેલા નથી અને સ્થળ ભરચક રહેતું નથી, સ્થળ ઉપર ઉભેલા શાકભાજીના વ્યાપાર કરતા ભરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે સવારે બનેલી ઘટના વખતે હું હાજર ન હતો અને પછી ધ્યાનમાં પણ આવી નથી .અગાઉ કોઇ ઘટના બની હોવાનું જાણમાં નથી.

એક આંગડીયા કર્મી લૂંટાતાં બચ્યો
વસંતભાઈ અંબારામ પટેલની પેઢીના કર્મચારી રાજેન્દ્રસિંહ બળદેવજી રાજપૂત પણ તેમનું પાર્સલ લઈ આ સમયે ત્યાંથી સાથે નીકળ્યા હતા. પરંતુ લૂંટારૂઓના હાથે કનુભાઈ આવી જતાં તેમની સાથેની મત્તા લૂંટાઈ હતી. રાજેન્દ્રસિંહ લૂંટાતાં રહી ગયા હતા. બંને આંગડીયા કર્મીઓ વચ્ચે થોડું અંતર જ રહી જતાં એક લૂંટાતાં બચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...