તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • At Anwarpura In Sami Taluka, A 110 year old Senior Citizen Took The First Dose Of Corona Resistant Vaccine And Appealed For Vaccination.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન:સમી તાલુકાના અનવરપુરા ખાતે 110 વર્ષના વરિષ્ઠ નાગરિકે કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લઈ રસીકરણની અપીલ કરી

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રઘુ ભરવાડે કોરોના પ્રતિરોધક રસી લઈ અન્યોને પ્રેરણા આપી કોરોના વાયરસ સામેની લડાઈમાં વિજય મેળવવાની એકમાત્ર રણનીતિ રસીકરણ

પાટણ જિલ્લાના એક વરિષ્ઠ નાગરિક રઘુ ભરવાડે કોરોના પ્રતિરોધક રસી લઈ અન્યોને પ્રેરણા પુરી પાડી છે. કોરોના વાયરસ સામેની લડાઈમાં વિજય મેળવવાની એકમાત્ર રણનીતિ રસીકરણ છે. અને એટલા માટે જ રાજ્ય સરકાર દ્વારા રસીકરણ ઝૂંબેશ શરૂ કરી રાજ્યના નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીનું રક્ષાકવચ પુરૂં પાડવામાં આવી રહ્યું છે.

સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહેલા રઘુ ભરવાડે કોરોના પ્રતિરોધક રસી લીધી

આ પરિસ્થિતિમાં જીવનની સદી વટાવી ચૂકેલા પાટણ જિલ્લાના સમી તાલુકાના અનવરપુરા ગામે રહેતા રઘુ ભરવાડે કોરોના વાયરસ સામેની લડાઈમાં મોરચો માંડ્યો છે. આ વયમાં પણ સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહેલા રઘુ ભરવાડે કોરોના પ્રતિરોધક રસી લઈ પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા સાથે જવાબદાર નાગરિક તરીકેનું કર્તવ્ય પણ નિભાવ્યું છે. જેમાં રઘુ ભરવાડ જણાવે છે કે ઉંમરની સાથે શરીર નબળું પડે અને રોગ થવાની શક્યતા વધી જાય છે. કોઈ ગમે તે કહે પણ રસી લેવાથી રોગ ના થાય તેવી સાદી સમજ તો દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. એટલે આટલી ઉંમરે પણ મેં રસી લીધી છે. મને તેનાથી કોઈ આડઅસર પણ થઈ નથી. હું તો દરેકને એમ જ કહીશ કે તમારે પણ આ રસી લેવી જોઈએ.

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા રસી લેવી જોઇએ

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલનની સાથે સાથે પોતાના અને પરિવારના સ્વાસ્થ્યની સલામતી માટે કોરોના પ્રતિરોધક રસી લેવી આવશ્યક છે. રાજ્ય સરકાર દ્વારા હાલ વરિષ્ઠ નાગરિકોને રસીકરણનો કાર્યક્રમ ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ મેગા વેક્સિનેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે નાગરિકોએ પણ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા રસી લઈ સહયોગ આપવો આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો