ખાતમુહૂર્ત:પાટણમાં 1.50 કરોડના ખર્ચે રોટરીનગરથી રાણકીવાવ સુધી 3 કિમીનો રોડ નવો બનશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રોટરી નગરથી રાણકી વાવ સુધીનો નવીન રોડ બનાવવા માટે ખાતમુહુર્ત. - Divya Bhaskar
રોટરી નગરથી રાણકી વાવ સુધીનો નવીન રોડ બનાવવા માટે ખાતમુહુર્ત.
  • ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રોડ મંજૂર થતાં રોડ બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું

પાટણ શહેરમાં રોટરી નગરથી વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ જવાનો ત્રણ કિલોમીટરનો રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં પડેલ હોય તેમ જ રસ્તો સાંકડો હોય બહારથી આવતા પર્યટકો તેમજ રહીશોને પસાર થવામાં ભારે હાલાકી પડતી હોય નવીન રોડ બનાવવા માટેની લાંબા સમયથી માગણી હતી.

જે અનુસંધાને પાટણ ધારાસભ્યના ગ્રાન્ટમાંથી 1.50 કરોડનાં ખર્ચે નવિન રોડ મંજૂર કરવામાં આવતા શુક્રવારે પાટણ ધારાસભ્ય કીરીટ પટેલ તેમજ તેમના સમર્થકો સાથે નવીન રોડ બનાવવા માટેની કામગીરીનો આરંભ કરવા માટે શુક્રવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કામગીરી શરૂ થતા ટૂંક સમયમાં જ રહીશોની રોડની સમસ્યા હલ થશે.

રોડ 5.5 ફૂટનો પહોળો બનશે
રોટરી નગરથી રાણકી વાવ જવાનો જુનો રોડ 3.5 ફૂટનો હતો.જે હવે 5.5 ફૂટ રોડ બનાવાશે. તેમજ આ વિસ્તારમાં પાણી ભરાવાની પણ સમસ્યા હોય લેવલીંગ રોડ બનતાં પાણી ભરાવાની સમસ્યા હલ થશે.

અન્ય સમાચારો પણ છે...