હુમલો:પતિને કરિયાણું લાવવા કહેતાં પત્નીને માથું દીવાલે ભટકાવ્યું

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમી ખાતે રહેતી પરિણીતાએ પતિ પાસે કરીયાણું મંગાવતા પતિ ઉશ્કેરાઇ જઇ પત્નીના માથાના વાળ પકડી દીવાલ સાથે માથું અટકાવી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે પરિણીતાએ સમી પોલીસ મથકે પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

સમી ખાતે રહેતી નશરીનબાનુ ઐયુબખાન બલોચ રવિવારે બપોરે ઘરે હતા તે વખતે તેના પતિ બલોચ ઐયુબખાન ફતેખાન ઘરે આવ્યા હતા ત્યારે તેની પત્ની નશરીનબાનુએ ઘરમાં કરીયાણું લાવી આપવા કહેતા હતા. આ વાત સાંભળીને બલોચ ઐયુબખાન ઉશ્કેરાઇ જઇને ફાવે તે બોલવા લાગ્યા હતા. બોલવાની ના પાડતા મહિલાના માથાના વાળ પકડી દિવાલે માથું ભટકાવી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મહિલાએ સમી પોલીસ મથકે પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...