તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:અષાઢી બીજે જગન્નાથપુરીની હરોળમાં હોય છે પાટણની રથયાત્રા, રસપ્રદ ઈતિહાસ

પાટણ19 દિવસ પહેલા
  • પ્રથમ રથ ખંડિત થતા 1898માં નવો રથ બનાવવામાં આવ્યો હતો
  • પાટણ શહેરમાં 139 વર્ષથી રથયાત્રા નીકળે છે

જગન્નાથપુરી, અમદાવાદ અને પાટણ ત્રણેય સ્થળે કાષ્ટની પ્રતિમાઓ ભક્તોના દર્શનાર્થે અષાઢી બીજે ઘૂમે છે. પાટણમાં ભગવાન જગન્નાથજીની અષાઢી બીજે નીકળનારી રથયાત્રાની ગતિવિધિઓ જોરશોરથી હાથ ધરવામાં આવી છે. ત્યારે નગરોત્સવ બની રહેતી રથયાત્રાનું પર્વ અષાઢી બીજે પાટણને જગન્નાથપુરીની હરોળમાં ગણનાપાત્ર બનાવી જાય છે.

પાટણની રથયાત્રા જગન્નાથપુરી સમકક્ષ મહત્વ ધરાવે છે. રથયાત્રાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. ભગવાન જગન્નાથના ત્રણ મંદિર છે અને તે પૈકીનું એક પાટણમાં છે. આ ત્રણેય મંદિરોમાં ભગવાનની પ્રતિમાઓ કાષ્ટમાંથી તૈયાર કરવામાં આવેલી છે. પાટણ અને અમદાવાદમાં પણ સીસમના લાકડામાંથી બનાવેલી મૂર્તિઓ અષાઢી બીજે રથયાત્રામાં દર્શન આપવા માટે નીકળશે.

પાટણમાં ઓરિજનલ રથ ગોદાવરીબેન રાવલ જેઓ ઔદિચ્ય સમાજના હતા જેઓના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા બનાવીને આપવામાં આવેલો હતો. જે પ્રથમ રથ હતો તે અગાઉ ભગવાનની પાલખીયાત્રા નીકળતી હતી. પ્રથમ રથ ખંડિત થતા 1898માં નવો રથ બનાવવામાં આવ્યો હતો. હાલમાં આ રથમાં સુભદ્રાજીની સવારી નીકળે છે. 2001માં પિયુષભાઈ સોમપુરા દ્વારા ચાંદી મઢ્યા બે નવિન રથ બનાવી આપતાં પુષ્ટીમાર્ગીય સંત ર્ડા.વાગીશકુમારજી અને તત્કાલિન ગૃહમંત્રી હરેન પંડ્યાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ત્યારથી ત્રણ અલગ અલગ રથમાં જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની રથયાત્રા નીકળી પાટણ વાસીઓને દર્શન આપે છે.

જગદીશ મંદિરના પુજારી કનું ભાઈ મહારાજે જણાવ્યું હતું કે, જગન્નાથપુરીમાં સૌથી મોટી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની છે. ત્યારબાદ અમદાવાદ અને પછી પાટણની ત્રણે મૂર્તિની પ્રતિમાઓ કાષ્ટમાંથી તૈયાર કરવામાં આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...