તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેજી:અષાઢી બીજે ઓટો મોબાઈલમાં તેજી, CNG વાહનો વધુ વેચાયાં

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં નવરાત્રી અને દિવાળીના તહેવારમાં વધુ વાહનો ખરીદાવાની ડિલરોમાં આશા

કોરોનાની બે લહેર બાદ હવે કેસ ઘટતાં અષાઢી બીજના શુભ મુહૂર્તમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની ખરીદીમાં વધારો થયો છે. ત્રીજી લહેર ન આવે તો નવરાત્રી અને દિવાળી સુધીમાં ખરીદીમાં તેજી આવવાની ડીલરોએ શક્યતા વ્યક્ત કરી છે. જોકે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ફોર વ્હીલરમાં મોટાભાગના લોકો સીએનજી ગાડીની ખરીદી પસંદ કરી રહ્યા છે. જોકે રિયલ એસ્ટેટ હજુ બેઠું થયું નથી જેના કારણે પાટણ શહેરમાં નવી સ્કીમ લોન્ચ થઇ નથી. અને જૂની સ્કીમમાં ખાસ ખરીદી પણ નથી.

બિલ્ડીંગ કન્ટ્રકશન માટે હવે કારીગરો પણ મળતા નથી તેવો બિલ્ડરોએ મત વ્યક્ત કર્યો હતો. શહેરના અગ્રણી બિલ્ડર ગોરધનભાઈ શેઠ અને એન્જિનિયર વિક્રમ ભાવસારના જણાવ્યા મુજબ નવી કોઈ સ્કીમ નથી જૂની સ્કીમમાં કામો 50 ટકાથી વધારે બાકી પડેલા છે તે પૂરા કરવા કડીયા કારીગર પુરતા મળી રહ્યા નથી. જિલ્લા ક્રેડાઇના હિતેશભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ સામાન્ય વર્ષોમાં એકાદ સ્કીમ મુકાતી હતી આ વખતે એક પણ નથી. હજુ તેજી જોવા મળી રહી નથી.

ટુ વ્હીલરની ખરીદીમા સુધારો થયો છે.
સારથી ઓટો ના માલિક ભરતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કોરોનાની બે લહેર બાદ હવે ટુ વ્હીલરમાં ખરીદી શરૂ થઇ છે અષાઢી બીજના શુભ મુહૂર્તમાં એકંદરે ખરીદી સારી થઈ છે 100 થી વધુ બાઇકના વેચાણ થયા છે. ત્રીજી રહેલ ના આવે તો શાળા-કોલેજો ખુલ્યા બાદ હજુ ખરીદી વધશે. હોન્ડા શોરૂમ ના મેનેજર રમેશભાઇએ જણાવ્યું હતું ગયા વર્ષે ની અષાઢી બીજ કરતા આ વર્ષે ખરીદી સારી છે. ત્રીજી લહેર ના આવે તો નવરાત્રી દિવાળી સુધીમાં ખરીદી ખુલશે અષાઢી બીજ ના શુભ મુહૂર્તમાં 60 બાઇકનું વેચાણ થયું હતું.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા સીએનજી ગાડીઓની ખરીદી વધી
કાર શોરૂમના મેનેજર આશિષભાઈ પટેલે જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધતા લોકો ની સીએનજી ગાડી ની માગણી વધારે છે. ગાડીઓની 30 ટકા જેટલી ખરીદી વધી છે. અષાઢી બીજના દિવસે 30 ગાડીઓનું વેચાણ થયું હતું જો કે ત્રીજી લહેર ના આવે તો ઓટોમોબાઇલ માર્કેટમાં તેજી આવશે.

જ્વેલર્સ માર્કેટમાં 30 ટકા ખરીદી વધી
પાટણના વિપુલભાઈ સોનીએ જણાવ્યું હતું કે જ્વેલર્સ માર્કેટમાં કોરોનાના કારણે ખરીદી સાવ ઠપ થઈ ગઈ હતી. તેના કરતા હવે ખરીદી મા થોડો સુધારો આવ્યો છે 30 ટકા જેટલી ખરીદી વધી છે પરંતુ લગ્ન સિઝન પૂર્ણ થઈ ગઈ છે. એટલે આવે નવરાત્રી સુધી તેજી ના કોઈ સંકેત નથી. પરંતુ નવરાત્રિ બાદ શિયાળુ લગ્ન ની ખરીદી ખુલશે.

અન્ય સમાચારો પણ છે...