બદલીની માંગ:પાટણના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં આયુષ મેડીકલ મહિલા ઓફિસરની બદલી કરવા આશાવર્કર બહેનોની માંગ

પાટણ6 દિવસ પહેલા
  • મહિલા ઓફિસર દ્વારા આશાવર્કરો સાથે અસભ્ય વર્તન અને દર્દીઓ સાથે કરવામાં આવતી ગેરવર્તણુક મામલે રજૂઆત

પાટણ તાલુકાના બાલીસણા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્યકેન્દ્રનાં આયુષ મેડીકલ મહિલા ઓફીસર દ્વારા આશાવર્કરો સાથે કરવામાં આવતા અસભ્ય વર્તન તેમજ દર્દીઓ સાથે કરવામાં આવતી ગેરવર્તણુક મામલે તેઓની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

11 દિવસથી ધરણા શરૂ કર્યા હતા
પાટણ તાલુકાના બાલીસણા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ મેડીકલ મહિલા ઓફીસર ડો.હીના પટેલ દ્વારા પોતાની ફરજ દરમ્યાન આશાવર્કરો સાથે છેલ્લા ઘણા સમયથી જોહુકમી અને ગેરવર્તણુક કરવામાં આવે છે જેને લઇ આશાવર્કર બહેનો 11 દિવસથી ધરણા શરુ કર્યા છે અને આ મહિલા આયુષ ડોકટરની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે તેવી માગ સાથે આજે જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

કાર્યવાહી કરવા માંગ
રજૂઆતમાં જણાવ્યું હતું કે, મહિલા આયુષ ડોક્ટર અધિકારી દ્વારા ગામના દર્દીઓ તથા લાભાર્થીઓ સાથે ગેરવર્તણુક કરવામાં આવે છે તેમજ આશાવર્કર બહેનો સાથે જોહુકમી અને તાનાશાહી જેવું વલણ અપનાવવામાં આવે છે. વધુમાં મેડીકલ ઓફીસરના હોદ્દાની રુએ તેઓમાં બોલવાની પણ કોઇ સભ્યતા નથી ત્યારે તાત્કાલિક ધોરણે આ અધિકારીની બદલી કરવામાં આવે તેવી આશાવર્કર બહેનોએ માંગ કરી છે. ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આયુષ મહિલા અધિકારી વિરુધ્ધ સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવો સુર ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...