• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Asha Facilitator Sisters Of Siddhapur Submitted A Petition To The District Administration Demanding To Stop The Incentive Practice.

હડતાળની ચીમકી:સિદ્ધપુરની આશાફેસીલીટર બહેનોએ ઇન્સીટીવ પ્રથા બંધ કરવાની માંગ સાથે જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપ્યું

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર રાજ્યભરમાં વિવિધ કેડરના સરકારી કર્મચારીઓએ પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે આંદોલન શરુ કર્યા છે. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘર ઘર સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડતી આશાવર્કર ફેસીલેટર બહેનો દ્વારા પોતાને કાયમી કર્મચારી ગણવામાં આવે તેવી માંગ સાથે આંદોલન શરુ કર્યું છે. જે અનુસંધાને સિધ્ધપુર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની આશાફેસીલીટર બહેનો દ્વારા ઇન્સીટીવ પ્રથા બંધ કરવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે.

હડતાળની ચીમકી
ગુજરાત આશા એન્ડ હેલ્થવર્કસ યુનિયન દ્વારા રાજયના ગામડે ગામડે ગરીબ વસ્તીમાં આરોગ્યની કપરી કામગીરી બજાવતા આશાવર્કર અને ફેસીલીટર તેમજ અર્બન બહેનોની વ્યથા અને પડતર પ્રશ્નોના મુદ્દે સિધ્ધપુર તાલુકાની આશાવર્કર બહેનો દ્વારા આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા આવેદનપત્ર આપ્યુ હતું. આ પ્રસંગે મહિલા આશાવર્કરે જણાવ્યું હતું કે, ફેસીલીટર બહેનોની ઇન્સેટીવ પ્રથા બંધ કરી કાયમી કર્મચારી તરીકે ભરતી કરવામાં આવે. જો સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં નહી આવે તો આગામી સમયમાં હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...