પાટણ શહેરમાં સિદ્ધપુર અને ઊંઝા હાઇવે વચ્ચે આવેલ હાંસાપુર વિસ્તારમાં પીવાના પાણીનો બોર ફેલ થઈ જતા તેના લીધે પાણીની સમસ્યા થઈ હતી પણ નગરપાલિકા દ્વારા બીજા બોર મારફતે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં અાવી છે ત્યારે. આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે નવીન પાણીનો બોર બનાવવામાં આવશે. આ માટે આ કલેક્ટર દ્વારા રૂ.23 લાખની ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે ફાળવી આપી હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.
પાટણ શહેરી વિસ્તારમાં સમાવેલા હાંસાપુર ગ્રામ્ય વિસ્તારમાં અગાઉના કાર્યરત જુના બોર મારફતે પાણી પુરવઠા અપાતો હતો.પરંતુ જે પૈકી એક બોર ફેલ થઈ જતાં પાલિકા દ્વારા બીજા બોરથી પાણી આપવામાં આવી રહ્યું છે.પરંતુ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ તાત્કાલિક ધોરણે પાણીનો નવો બોર બનાવવા માટે ચાર દિવસ પહેલા ગ્રાન્ટ ફાળવવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં કલેક્ટર દ્વારા કોઈપણ વિલંબ કર્યા વગર રૂ.23 લાખની ગ્રાન્ટ ફાળવી આપતા બોર બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.
આમાં તાત્કાલિક ધોરણે એકાદ માસ કરતા પણ ઓછા સમયમાં નવીન બોર બનાવી દેવાશે. ફેલ ગયેલ બોર જૂનો હોવાથી પાણી ભૂગર્ભમાં કેટલું ઊંડું ગયું છે તેને તપાસ કરાવી ટેન્ડરિંગ તેમજ અન્ય કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવશે તેમ તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ ફાળવવા બદલ કલેક્ટરનો આભાર દર્શાવતા પ્રમુખ અને સભ્યોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.