તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:કોરોના સંક્રમણ ઘટતાં પાટણ સિવિલમાં આઠ જ દિવસમાં 33 ઓપરેશન કરાયાં

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જુન માસના પ્રારંભે કોરોના નવી ઓપીડી ઘટીને માત્ર આઠ થઈ
  • ગાયનેક ,આંખના મોતિયા અને હાડકાઓના ઓપરેશન માટે સૌથી વધુ દર્દીઓ નોંધાયાં

પાટણ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં તાવ, શરદી, ખાંસીની ઓપીડી સહીત સ્પેશ્યલ કોરોનાની ઓપીડીમાં ખુબ વધારો થતાં ઇમજરન્સી ઓપરેશન વગરના સર્જીકલ ઓપરેશન બંધ કરાયા હતા. જે ફરી મે માસથી શરૂ કરવામાં આવ્યા છે. કોરોનામાં ઓપરેશન શરૂ રહેતાં માઇનોર અને મેઝર મળી કુલ 116 ઓપરેશન થવા પામ્યા છે. કોરોનાની ઓપીડીમાં ઘટાડો થઇ રહ્યો છે. પાટણ સિવિલમાં કોરોનામાં એપ્રિલમાં જનરલ સહીત સ્પેશ્યલ કોવીડ ઓપીડી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી હતી.

પરંતુ ડિલિવરી અને આંખના મેઝર અને તાત્કાલિક જરૂરિયાત વગરના ઓપરેશન બંધ કરવામાં આવ્યા હતા. સિવિલમાં વિવિધ પ્રકારની સારવાર માટે સરેરાશ 150 આસપાસ દર્દીઓનો ઘસારો રહે છે. પરંતુ મે માસમાં એક હજાર આસપાસ દર્દીઓનો વધારો નોંધાયો હતો. કુલ 2542 તાવ શરદીની ઓપીડી સહીત વિવિધ સારવાર માટે કુલ 5677 ઓપીડીના કેસ નોંધાયા હતા. કોરોનાની ઓપીડીમાં ઘટાડો થયો છે. જે ગત માસમાં સરેરાશ 20 ઓપીડી આવતી જે જુન માસના આરંભથી રોજની 8 જેટલી ઓપીડી નોંધાય છે.

ઓપરેશન શરૂ થતાં 8 દિવસમાં 33 ઓપરેશન
કેસ ઘટતા સિવિલમાં ફરી બધા જ ઓપરેશન શરૂ થયાં છે. એપ્રિલમાં 14 મેઝર અને 30 માઇનોર, મેમાં 10 મેઝર અને 29 માઇનોર, જૂન માસમાં બધા જ ઓપરેશન શરૂ થતાં 8 દિવસમાં 13 ઓર્થોના, 5 સીઝેરીયન, આંખ સહિત સામાન્ય 15 માઇનોર ઓપરેશન સહીત કુલ 33 ઓપરેશન થયા છે.

અન્ય સમાચારો પણ છે...