તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • As The Transition Increased, Kundala Was Drawn Again In Patan, With 42 More Cases In Koro, A Total Of 4652 In The District.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:સંક્રમણ વધતાં પાટણમાં ફરી કુંડાળા દોરાયાં,કોરોના વધુ 42 કેસ જિલ્લામાં કુલ આંકડો 4652

પાટણ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
શહેરના હિંગળાચાચર ચોકમાં શુક્રવારે સાંજે ચેમ્બર પ્રમુખ સુરેશભાઈ પટેલની કરિયાણાની દુકાન આગળ ગ્રાહકોને ઊભા રહેવા માટેના સફેદ કુંડાળા બનાવવામાં આવ્યા હતા. - Divya Bhaskar
શહેરના હિંગળાચાચર ચોકમાં શુક્રવારે સાંજે ચેમ્બર પ્રમુખ સુરેશભાઈ પટેલની કરિયાણાની દુકાન આગળ ગ્રાહકોને ઊભા રહેવા માટેના સફેદ કુંડાળા બનાવવામાં આવ્યા હતા.
 • જિલ્લામાં કોરોનાના 365 દિવસ પૂર્ણ : શહેરમાં કોરોના કેસ વધતાં પાલિકાએ ગુરૂવારે વેપારીઓ સાથે અને શુક્રવારે નગરસેવકો સાથે બેઠક યોજી
 • દેશમાં સોશિયલ ડિસ્ટન્સ માટે પ્રથમવાર કુંડાળા દોરવાની શરૂઆત થઈ હતી, બેથી ત્રણ દિવસમાં કુંડાળા નહી દોરાય તો દુકાનો સીલ કરવા ચેતવણી

કોરોના સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરાઈ હતી ત્યારે દેશમાં સૌ પ્રથમવાર સોશિયલ ડિસ્ટન્સ માટે પાટણમાં કુંડાળા દોરવાનું શરૂ કરાયું હતું. જો કે હાલમાં કોરોના સંક્રમણ વધતાં શહેરમાં દુકાનો આગ‌ળ ફરજીયાત કુંડાળા દોરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તંત્ર દ્વારા બેઠક કરાઈ હતી.

જ્યારે શુ્ક્રવારે સાંજથી વેપારીઓએ તંત્રની અપીલનો અમલ પણ શરૂ કર્યો હતો. પાટણ શહેર જિલ્લામાં સતત બે દિવસ 50 કેસ આવતા તંત્ર દ્વારા પાલિકા ખાતે બે બેઠકો યોજવામાં આવી હતી. જેમાં બજારમાં દુકાનો આગળ કોવિડ ગાઇડલાઇનના નિયમોનું ઉલ્લંઘન થશે તો બે ત્રણ દિવસ ચેતવણી આપ્યા પછી દુકાનો સીલ મારી બંધ કરવા ચેતવણી આપવામાં આવી છે. વેપારીઓ દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સ માટે નવેસરથી સફેદ કુંડાળા દોરવા સહિતની ખાતરી આપી હતી. સામે શુક્રવારે સાંજથી જ વેપારીઓએ દૂકાનો આગળ કૂંડાળાં દોરી સૂચનાનો અમલ કર્યો હતો, જેમાં ચેમ્બર પ્રમુખ દ્વારા તેમની દુકાન બહાર સફેદ કુંડાળા ગ્રાહકો માટે દોરાયા હતા. અધિક કલેકટર ભરત જોશીએ જણાવ્યું કે બે-ત્રણ દિવસ ચેતવણી આપ્યા પછી સખ્તાઈ પૂર્વક કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના માટે ખાસ નિમાયેલા અધિક કલેકટર ભરતભાઇ જોશીના અધ્યક્ષ સ્થાને પાલિકા ખાતે વેપારીઓ સાથે મીટીંગ ગુરુવારે મોડી સાંજે યોજાઈ હતી, જેમાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ચીફ ઓફિસર પાંચાભાઇ માળી વગેરે હાજર રહ્યા હતા. અધિક કલેકટર ભરતભાઇ જોશી દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સખત તાકીદ કરાઈ હતી. ચેમ્બર ઓફ કોમર્સના જિલ્લા પ્રમુખ સુરેશભાઇ પટેલ, કરીયાણા બજારના મહાસુખભાઈ મોદી, દવા બજારના કેતનભાઈ પટેલ, વાસણ બજારના હીરજીભાઈ પટેલ, ચોપડા બજારના ભરતભાઈ પટેલ તેમજ તમામ વેપારી એસોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.
શહેરના વેપારીઓને આ સૂચનાઓ આપવામાં આવી....

 • કોઈપણ દુકાન પાસે એક પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગરની ન હોવી જોઈએ તમામ દુકાન આગળ સફેદ કુંડાળા ગ્રાહકોને ઊભા રહેવા માટે બનાવવા } દુકાનો ઉપર ફરજિયાત સેનેટાઈઝર રાખવું અને ગ્રાહકોને હાથ સાફ કરાવવા } જે કોઈ ગ્રાહકો બહારથી માસ્ક વગર આવે તો તેમને માલ ન આપવો અને માસ્ક પહેરવા સમજાવવા }ગામડેથી આવતા ગ્રાહકોને ટોળામાં ના આવવા અને જરૂર વગર શહેરના બજારમાં ન આવવા ખાસ સુચના આપવી. } કોરોના ગાઈડલાઈન અમલ ન થાય તો તેવા વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ દુકાનોને સીલ મારી પાંચ-છ દિવસ માટે બંધ રાખવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો