તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તાઓનું કામ:જિલ્લામાં 21 રસ્તાની સપાટી ખરાબ થતાં રૂ. 84.39 કરોડના ખર્ચે રિસરફેસિંગ કરાશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ, ઊંઝા અને બનાસકાંઠાથી જિલ્લાને જોડતા રસ્તાઓનું કામ કરાશે
  • સરકારે મંજૂરી આપતા માર્ગ અને મકાન વિભાગે વર્ક ઓર્ડર આપવા સહિતની કામગીરી શરૂ કરી

જિલ્લામાંથી પસાર થતા 21 રસ્તાની ડામર સપાટી ખરાબ થઈ જતાં નવીનીકરણ કરવા માટે સરકારે મંજૂરી આપી છે. રૂ. 84.39 કરોડના ખર્ચે રસ્તાઓનુ રિસર્ફેસીંગ કરવામાં આવશે. રસ્તાનું રિસર્ફેસીંગ કરવાથી વાહનચાલકોને રાહત થશે.

પાટણ, હારીજ, સિદ્ધપુર, રાધનપુર પંથકમાંથી પસાર થતા 21 રસ્તાની ડામર સપાટી ખરાબ થતા રસ્તાઓ રિસર્ફેસીંગ કરવા ે સરકારે મંજૂરી આપી છે. કુલ રૂ. 84.39 કરોડના ખર્ચે રસ્તાઓ રિસર્ફેસીંગ કરાશે. જેમાં કેટલાક રસ્તાના કામો માટે કોન્ટ્રાક્ટ એજન્સીને વર્કઓર્ડર આપી દેવામાં આવ્યા છે. 11 માસમાં કામ પૂર્ણ કરવાની અવધી નક્કી કરવામાં આવી છે. જેમાં રાધનપુર, લોદરા, મોરવાડા અને રાધનપુર મેમદાવાદ રોડનુ રૂ.12.77 કરોડોના ખર્ચે રિસર્ફેસીંગ કરવામાં આવશે. માત્રોટા, ઝીલવાણા, દાદખા, ગોધાણા, બાબરી, બાસ્પા, ભદ્રાડા, વેડ, માંડવી, રણાવાડા રોડનું રૂ. 8.56 કરોડના ખર્ચે રિસર્ફેસીંગ કરવામાં આવશે. બેપાદર, દુનાવાડા રોડ, સિહી, સંડેર, રણુંજ, સંખારી, પાટણ રોડ કાંસા, ચારૂપ, કિમ્બુવા રોડ, શિહોરી પાટણ રોડ ઈસલામપુરા સોજીત્રા ગંગેટ રોડ રૂ21.34 કરોડના ખર્ચે રિસર્ફેસીંગ કરાશે. સિધ્ધપુર ગાંગલાસણ ચાર રસ્તાથી મેત્રાણા વડુ જોઇનિંગ પાટણ ડીસા રોડ મેત્રાણા કાકોશી મુડવાડા ધુમ્મડ રોડ સિધ્ધપુર દેથળી રોડ સમોડા ગણવાડા રોડ પુનાસણ એપ્રોચ રોડ દશાવાડા ધનાવાડા રોડ દશાવાડા જોઇનિંગ એમડીઆર રોડ અને દેથળી ચાંદેસર હિસ્સોર રોડ રૂ.19.70 કરોડના ખર્ચે રિસર્ફેસીંગ કરાશે. વિરમગામ પંચાસર શંખેશ્વર સમી રોડ હારીજ લોટેશ્વર રોડનું રૂ.22 કરોડના ખર્ચે રિસર્ફેસીંગ કરાશે તેવું માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...