પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડૉ. રોહિતકુમાર દેસાઈએ ચાર્જ સંભાળ્યો આજે 2.25 કલાકે ચાર્જ સંભાળતા તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં નેકમા ઉચ્ચ ગ્રેડ મળે તે માટે તેઓ પ્રયત્નશીલ બનશે સાથે સાથે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણની સાથે ઉચ્ચ મૂલ્યો પણ મેળવે તે દિશામાં યુનિવર્સિટીની કામગીરી રહેશે તેમને પ્રો. જે જે વોરા સહીત યુનિવર્સિટીના વિવિધ વિભાગના અધ્યાપકો, વહીવટી તેમજ શૈક્ષણિક સ્ટાફ દ્વારા શુભકામના પાઠવી હતી.
ડૉ. રોહિતભાઈ દેસાઈએ એમ. એ, પી. એચડીનો અભ્યાસ કર્યો તેમણે 21 પુસ્તકો લખેલા છે.નેશનલ, ઈન્ટરનેશનલ સહીત 77 થી વધુ કોન્ફરન્સમા હાજર રહી શૈક્ષણિક પ્રદાન કરેલું છે. 7 વિધાર્થીઓએ તેમના માર્ગદર્શનમાં પીએચડી પુર્ણ કરેલું છે. 35 વિધાર્થીઓએ એમ. ફીલ મા તેમનું માર્ગદર્શન મેળવ્યું છે.
તેઓ ચાણસ્મા સ્થિત જેઠીબા કોલેજના પ્રિન્સિપાલ તરીકે સેવા આપી અત્યારે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ પણ રહી ચૂકયા છે તેઓએ 2012 થી 2017 દરમ્યાન સેનેટ સભ્ય, કોમર્સ ફેકલ્ટીના ડીન ઉપરાંત 14 વર્ષ NCC લેફ્ટેનન્ટ તરીકે ફરજ બજાવેલ છે. તેઓ વર્તમાનમાં ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષિક સંઘના અઘ્યક્ષ તરીકેનું દાયિત્વ વહન કરી રહ્યા છે.સામાજિક ક્ષેત્રની ઉમદા કામગીરી માટે તેમને દિવ્યભાસ્કર સમાચારપત્ર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આમ વિધાર્થીઓ માટે માર્ગદર્શક, પારદર્શક વહીવટ અને સમયની સાથે અપડેટ રહેતા ડૉ રોહિતભાઈ દેસાઈએ આજે ચાર્જ સંભાળતા યુનિવર્સિટીના તમામ સ્ટાફ દ્વારા તેમને શુભકામના પાઠવી હતી વિષેશ પાટણમા પંચમુખી હનુમાન દાદાનુ પ્રાચીન સ્થાન આવેલું છે અને તેમણે પણ પંચમુખી હનુમાન દાદાની પૂજા કરી કામગીરીનો પ્રારંભ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.