સમસ્યા:પાટણમાં કુલડીવાસ પાસે ગટરની સમસ્યા હલ ન થતાં ધારાસભ્ય,રહીશોના સીઓના ઘરે ધામા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રહીશોએ ચીફ ઓફિસરના ઘર પાસે રામધુન બોલાવી હતી. - Divya Bhaskar
રહીશોએ ચીફ ઓફિસરના ઘર પાસે રામધુન બોલાવી હતી.
  • ચીફ ઓફિસર ઘરે હાજર ન મળતાં લોકોએ રામધૂન બોલાવતાં મામલતદાર અને પોલીસ દોડી આવી

પાટણ શહેરમાં કુલડી વાસ પાસે લાંબા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટર ની સમસ્યા ની પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ના આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી શનિવારે રાત્રે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત રહીશો ચીફ ઓફિસના ઘરે પહોંચ્યા હતા અને ઘરની બહાર રામ ધુન બોલાવતા તંત્ર હરકતમાં આવ્યું હતું બાદમાં અડધી રાત્રે પાલિકા તંત્રની ટીમ દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પાટણ શહેરમાં કુંલડીવાસ પાસે ભુવો પડ્યા બાદ છેલ્લા વિશેક દિવસથી ભૂગર્ભ ગટર લાઈન ઉભરાતી હોવાથી બુકડી થી મીરા દરવાજા સુધી રોડ પર ગટરના પાણી ભરાતા રહીશો દ્વારા વારંવાર પાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને રજૂઆત કરી હતી તેમણે આ સમસ્યા હલ કરવા માટે ચીફ ઓફિસરને ટેલિફોનિક સૂચના આપી હતી તેમ છતાં શનિવારે રાત સુધી સમસ્યાનો હલ થયો ન હતો જેને પગલે રાત્રે ધારાસભ્ય કુંડડી વાસ પાસે પહોંચ્યા હતા ત્યાં આ સમસ્યાથી ત્રસ્ત થઈ ગયેલા લોકોનું ભેગા થઈ ગયા હતા

ધારાસભ્ય એ ચીફ ઓફિસર નો સંપર્ક કરવા માટે ટેલિફોનિક પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક ન થતા ધારાસભ્ય સહિત પાલિકાના વિપક્ષના નેતા ભરત ભાટિયા દીપકભાઈ પટેલ દિનેશભાઈ ભીલ રહીશો સાથે ગાયત્રી મંદિર નજીક અલકાપુરી સોસાયટી ચિફઓફિસર ના ઘરે પહોંચ્યા હતા

પરંતુ ચીફ ઓફિસર ઘરે હાજર ન હોવાનો જવાબ મળ્યો હતો જેને પગલે લોકોએ તેમના ઘર પાસે રામધૂન બોલાવી દેખાવો કર્યા હતા બાદમાં ધારાસભ્યે કલેક્ટરને જાણ કરતા ડિઝાસ્ટર મામલતદાર અને પાટણ મામલતદાર તેમજ બી ડિવિઝન પોલીસ અને એલસીબી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અને અડધી રાત્રે પાલિકાની ટીમ મારફતે ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણી બંધ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેવું સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...