તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાધનપુર તાલુકાના સિનાડ ગામના અાંબેડકરવાસમાં રહેતા રમેશભાઇ શીવાભાઇ મકવાણાના રહેણાંક મકાનમાં શુક્રવારે સવારે 9 કલાકથી શનિવારે સાંજે 5:15 વાગ્યા દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા. જ્યાં મકાનના દરવાજાનું લોક તોડીને રૂમમાં રહેલી તિજોરીમાંથી રહેલા કિંમત રૂ. 10,20,000ના 34 તોલાના સોનાના ઘરેણાં તેમજ કિંમત રૂ.2,14,000ના 3 કિલોગ્રામ વજનના ચાંદીના દાગીના અને રોકડ રકમ રૂ. 20000 મળી કુલ રૂ.12,54,000 ની ચોરી કરી ગયા હતા. અા અંગે મકાન માલિકે રાધનપુર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તપાસ અધિકારી પીઅાઇ અે.પી.સોલંકી જણાવ્યુ હતુ કે ઘટના સ્થળની ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદથી ચોરીનું પગેરૂ શોધવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ વસ્તુઓ ચોરાઇ
- બે સેટ ( 7 તોલા)
- એક લોકેટ (2.5 તોલા)
- 1 જોડી બંગડી પાટલા (3 તોલા)
- 2 મંગળસુત્ર (6 તોલા)
- 2 ચેઇન બે(4 તોલા)
- 12 વીંટી (6 તોલા)
- 2 જોડ બુટ્ટી (1.5 તોલા)
- 1 કાનની શેર(0.5 તોલા)
- સોનાનો સિકકો (0.5 તોલા)
- કાનની કડી અેક જોડી (0.5 તોલા)
- 8 બંગડી (1.5 તોલા)
- 4 નાકમા પહેરવાની ચુંક (0.5 તોલા)
- ગળામા પહેરવાનુ અોમ (0.5 તોલા)
- ચાંદીના બે ચોરસા (અેક કિલો)
- ચાંદીની ઝેર 5 જોડી (1.5 કિલો)
- ચાંદીનુ મંગળસુત્ર (250 ગ્રામ)
- 3 ચાંદીના કમરના જુડા (600 ગ્રામ)
-15 ચાંદીના સિકકા (150 ગ્રામ)
- ચાંદીની હાથમા પહેરવાની લકકી 4 (400 ગ્રામ)
ખેડૂત પરિવારના ઘરમાં જ ચોરી થઈ
રાધનપુર તાલુકાના સીનાડ ગામે રહેતા રમેશભાઈ શીવાભાઈ મકવાણા (ઉ. વ.49) તેઓ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને સંતાનમાં બે દીકરા મોટો દીકરો કારની દુકાન ચલાવે છે.
ઘટના 2
પાટણ શહેરની શ્યામવીલા સોસાયટીના બંધ મકાનને તસ્કરોઅે નિશાન બનાવીને બે મહિનાના સમય ગાળામાં ગમે તે સમયે તસ્કરોએ ત્રાટકીને મુખ્ય દરવાજાનુ તાળુ તોડીને અંદર પ્રવેશીને મકાનમાં લોખંડી તિજોરીમાં રાખેલ સોનાચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 1,1,5000ની મત્તા ચોરી ગયા હતા. અા અંગે પાટણ અે ડીવીઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.
મહેસાણા તાલુકના નદાસા ગામના વતની શંકરભાઇ વિરમદાસ પટેલ હાલમાં પાટણની શ્યામવીલા સોસાયટીમાં રહે છે. તેમનો દિકરો કચ્છના રાપરમાં નોકરી કરતો હોઈ ત્યાં પણ રહેતા હતા. જ્યાં લોકડાઉન હોઈ તેઓ વતન રહેતા હતા. જે મકાન બંધ હોઈ તારીખ 25/10/2020 ના રોજ પરીવાર સાથે પાટણ આવ્યા હતા અને તારીખ 26/10/2020ની સવારે રાપર જવા નિકળ્યા હતા. બાદ તારીખ 26/12/2020ના રોજ તેમના પાડોશીએ ફોન કરી ચોરી અંગે જણાવતાં પાટણ સ્થિત મકાનમાં અાવીને જોતાં બેડરૂમમાં અાવેલ લોખંડની તીજોરી ખુલ્લી પડી હતી. જ્યારે ઘરનો દરવાજો પણ ખુલ્લો જણાયો હતો. જેમાં તપાસ કરતા કિંમત રૂ. 90 હજારના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ રૂ..25000 મળી કુલ રૂ.115000 ચોરી થઈ હોવાનું જણાતાં ફરિયાદ નોંધાવી હતું. આ અંગે પાટણ એ ડિવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવતાં પોલીસે ચોરીની ફરિયાદ નોંધી છે.
શુ શુ ચોરાયું
- સોનાની બે વીટી (કિ.રુ.40000)
-સોનાની ચેન અેક (કિ.રૂ.40000)
-ચાંદીની સેર બે જોડી (કિ. રૂ.7500)
-ચાંદીના સિક્કા બે (કિ.રૂ.2500)
- દિકરાના પગારના રોકડ (રૂ.25000)
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.