રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ત્યાં આવેલા સાયન્સ એકઝીબીશન હોલમાં આજે 13 નવેમ્બર 2022ના રોજ ઊર્જા સંરક્ષણ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
સાયન્સ સેન્ટર ના નિષ્ણાત ગાઈડ ઘ્વારા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી સ્થાપિત ઇનોવેશન ક્લબ અંતર્ગત આપવામાં આવેલ ઊર્જા સંરક્ષણ કીટ દ્વારા સોલર પેનલ, ટર્બાઇન, પવન ચક્કી, અને જનરેટર જેવા વિદ્યુત ઉત્પન્ન કરતાં સાધનો વિશે સમજાવી તેમજ આ ઊર્જા કેવી રીતે મેળવી શકાય છે તથા ઊર્જા સંરક્ષણ અને પ્રકૃતિની જાળવણી કરવી તેના વિશે નિદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આવેલા વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી. થિયેટર, ડાયનાસોર વી.આર, અને હ્યુમન વી.આર. જેવી અધ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદિત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.