• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • As Many As 66 Sanghas Will Leave From Patan District On Monday For The Darshan Of Maa Amba, Thousands Of Devotees Will Go On Foot.

બોલ મારી અંબે, જય જય અંબે:પાટણ જિલ્લામાંથી સોમવારે 66 જેટલા સંઘો મા અંબાના દર્શને નિકળશે, હજારો ભક્તો પગપાળા જશે

પાટણ23 દિવસ પહેલા
  • અંબાજી જતા પગપાળા સંધોએ માતજીની રથની સજાવટ શરુ કરી
  • પાટણ પંથકમાં ભાદરવીના ભાવોત્સવના પદયાત્રિકોમાં થનગનાટ શરુ

યાત્રધામ અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાનો ભાવોત્સવી મેળો સોમવારથી શરુ થઇ રહ્યો છે. ત્યારે પાટણ, હારીજ અને ચાણસ્મા તરફના માર્ગો પરથી કચ્છ અને અન્ય વિસ્તારના પદયાત્રીકો અને સંઘોની અવરજવર શરુ થઇ જવા પામી છે. ત્યારે પાટણ શહેરમાં સોમવારથી અંબાજી ભાદરવી પૂનમના મેળા માં 66 જેટલા સંઘો નીકળતા હોઇ તેની તૈયારીઓ જોરશોરથી હાથ ધરાઇ છે. બીજી તરફ શહેરની 10 જેટલી સેવાભાવી સંસ્થાઓ દ્વારા દરવર્ષની જેમ અલગ અલગ સ્થળે સેવા કેમ્પોની ગોઠવણી કરવામાં આવી રહી છે.

1200 જેટલા લોકો જોડાશે
પાટણ જિલ્લા માંથી 66 જેટલા સંધો અંબાજી માતાજીની માંડવી અને ધજા સાથે નીકળતા હોય છે જેમાં 1200 જેટલા લોકો જોડાતા હોય છે જ્યારે અન્ય હજારો પદયાત્રિકો દરવર્ષે માતાજીના દર્શન કરવા ચાલતા જતા હોય છે. જેઓ નોમ, દશમ કે અગિયારસ કે બારસના રોજ પ્રયાણ કરતા હોય છે. શહેરની સેવાભાવિ સંસ્થાઓ સિઘ્ધહેમ સેવા કેમ્પ, એકટીવ ગૃપ, લાયન્સ કલબ, ધીયાનો પાડો યુવક મંડળ, રોટરેક્ટ કલબ, બત્તીવાડાયુવકમંડળ,ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો અને આશરો સેવાકીય સંસ્થા, પ્રજાપતિ યુવક મંડળ અને ,વગેરેના સેવા કેમ્પો આયોજનો શરુ થઇ ગયા છે જેનો લાખો યાત્રીકો લાભ મેળવશે.

અન્ય સમાચારો પણ છે...