• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • As Many As 11 Inter district Checkposts Were Temporarily Operationalized In The District Regarding The Election In Patan District

આચાર સંહિતાનો ચુસ્ત અમલ:પાટણ જિલ્લામાં ચૂંટણીને લઈને જિલ્લામાં હંગામી ધોરણે 11 જેટલી આંતર જિલ્લા ચેકપોસ્ટ્સ કાર્યરત કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પાટણ પોલીસતંત્ર કટીબદ્ધઃ પોલીસ અધિક્ષક વિજય પટેલ

ભારત ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તા.01.12.2022 અને તા.05.12.2022ના રોજ બે તબક્કામાં મતદાન કરવામાં આવશે અને ત્યારબાદ તા.08.12.2022ના રોજ મતગણતરી કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતા જ જિલ્લા પોલીસ તંત્ર ચૂંટણીની પ્રક્રિયા સારી રીતે સંપન્ન થાય તે માટે સજ્જ થઈ ગયુ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાટણ જિલ્લામાં ચૂંટણીનું વાતાવરણ ડહોળાય નહિ તે માટે પોલીસતંત્ર કામે લાગી ગયું છે. પોલીસ તંત્ર દ્વારા જિલ્લાની તમામ ગતિવિધીઓ પર બાજ નજર રાખવામાં આવશે.

તા.01.12.2022 અને તા.05.12.2022ના રોજ બે તબક્કામાં મતદાન કરવામાં આવશે અને ત્યારબાદ તા.08.12.2022ના રોજ મતગણતરી કરવામાં આવશે.પાટણ જિલ્લામાં તા.05.12.2022ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પૂરતી જળવાઈ રહે અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પાટણ પોલીસ તંત્ર કામગીરી કરી રહ્યું છે.

પાટણમાં જિલ્લામાં ફ્રી અને ફેર વાતાવરણ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોલીસતંત્ર સતત કામગીરી કરશે. દરેક વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. માથાભારે શખ્સો વિરુદ્ધ જો જરૂર જણાશે તો પાસા તેમજ તડીપાર કરવા સુધીના પગલા લેવામાં આવશે. જિલ્લામાં કુલ 1252 જેટલા પરવાના વાળા હથિયારો છે તેઓને સ્ક્રુટિની કરીને જમા કરવા જેવા હથિયારોને જમા કરવામાં આવશે. ડ્રગ્સ,દારૂ, તેમજ રોકડ નાણાની હેરફેર બાબતે પોલીસની ટીમો સતત કાર્યરત રહી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સ્ટેન્ડ ટુ રહેશે. તેમજ જિલ્લામાં ચૂંટણીને લઈને હંગામી ધોરણે આંતરજિલ્લા ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કુલ 15 જેટલી ચેકપોસ્ટ કાર્યરત રહેશે જેમાં સિદ્ધપુર ડિવિઝનમાં 08 અને રાધનપુર ડિવિઝનમાં 07 ચેકપોસ્ટ કાર્યરત છે. જિલ્લાની ચાર વિધાનસભામાં કુલ 3 જેટલા SST તથા FST કાર્યરત છે. આ રીતે ચૂંટણી પ્રક્રિયા શાંતિથી નિર્ભિક વાતાવરણ વચ્ચે સંપન્ન થાય તે રીતે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...