ચૂંટણી ઈફેક્ટ:પાટણ શહેરમાં 22 આંગડિયા પેઢી બંધ રહેતાં હવાલા માટે આવતા લોકોને ધક્કા

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા ચૂંટણી પછી રાબેતા મુજબ કામકાજ ફરીથી ધમધમશે
  • ગેરકાયદે નાણાકીય હેરફેર પકડવા​​​​​​​ તંત્રની ટીમો ચેકપોસ્ટ ઉપર કામે લાગતા સિધી અસર

વિધાનસભા ચૂંટણી માટે આચારસંહિતા અમલી બનતા અને નાણાકીય રોકડ હેરફેર ઉપર તંત્રની બાજુ નજર આવી જતાં જ્વેલરીના પેકેટ અને રોકડની હવાલાની હેરફેર કરતી આંગડિયા પેઢીઓ આજકાલ બંધ જોવા મળી રહી છે. સોમવારે પાટણ શહેરમાં મોટાભાગે 22 જેટલી આંગડિયા પેઢીઓ બંધ રહી હતી. અને લોકો ધક્કા થઈને પાછા જઈ રહ્યા હતા. ચૂંટણી સુધી વેકેશન જેવો માહોલ રહેશે તેમ આંગડિયા પેઢીના સૂત્રોએ જણાવ્યું હતું.જિલ્લાની તમામ માર્ગો ઉપરની બોર્ડર ઉપર એફએસટી અને એસએસટીની ટીમ ગોઠવાઈ ગઈ છે. જેના દ્વારા આવતા જતાં વાહનો અટકાવીને પાર્સલોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

શંકાસ્પદ જણાય તેવા કિસ્સામાં પાર્સલ ખોલીને તપાસ કરવામાં આવી રહી છે. જેને પગલે તેની સીધી અસર આંગડિયા પેઢીઓ દ્વારા દરરોજ થતી મોટી રકમની હેરાફેરી અટકી જવા પામી છે. આંગડીયા પેઢીઓ છેલ્લા ચાર પાંચ દિવસથી બંધ કરવામાં આવી છે અને નાણાકીય લેવડદેવડના હવાલા આપવા અને લેવા માટે આવીને પેઢીઓ બંધ હોવાથી પાછા જઈ રહ્યા છે. જ્યાં સુધી ચૂંટણીઓ પૂરી થશે નહીં ત્યાં સુધી મીની વેકેશન જેવો માહોલ રહેશે કેમકે આંગડિયા દ્વારા રોકડ રકમ અને જ્વેલરીના પાર્સલ લાવવા અને લઈ જવામાં આવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આચારસંહિતાના કારણે ચેકપોસ્ટ ઉપર કડકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...