તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:પાટણમાં ગરીબ-જરૂરિયાતમંદ બાળકો માટે આર્ટ, કલ્ચર અને હેરિટેજ ફ્રી સ્કૂલ શરૂ કરાઈ

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાળકોને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરાવી અંદર રહેલી કળાને બહાર લાવવાનો પ્રયાસ

પાટણ ખાતે શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉ. લલિતભાઈ પટેલની પ્રેરણાથી એક ફ્રી સ્કૂલ "આર્ટ કલ્ચર અને હેરિટેજ" પાટણ શહેરના ગરીબ, અમીર તેમજ સર્વે જરૂરિયાત મંદ બાળકો માટે શરૂ કરાઈ છે. જેમાં 50 જેટલા વિવિધ શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૂરક શિક્ષણ અપાઈ રહ્યું છે. અને શિક્ષણ આપવાનું પ્રવૃત્તિમાં સંકળાયેલા કોલેજ સ્ટુડન્ટને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરવામાં આવી રહી છે

આર્ટસ કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રોફે. વિષ્ણુભાઈ પટેલના માર્ગદર્શનથી તેમજ અંગેજી વિભાગના પ્રોફે. ડો. આશુતોષ પાઠકના સહયોગથી અંગ્રેજી વિભાગના વિધાર્થીઓ તેમજ આર્ટ્સ કોલેજ પાટણના વિવિધ વિભાગના વિદ્યાર્થીઑ દ્વારા સ્થાપવામાં આવેલ આર્ટ, કલ્ચર એન્ડ હેરીટેજ સોસાયટી ઓફ આર્ટસ કોલેજ, પાટણ તેમજ રોટરી - રોટરેક્ટ કલબ ઓફ પાટણ સિટીના સંયુક્ત ઉપક્રમે પાટણ શહેરમાં એક ફ્રી સ્કૂલ "આર્ટ કલ્ચર અને હેરિટેજ" પાટણ શહેરના ગરીબ, અમીર તેમજ સર્વે જરૂરિયાત મંદ બાળકો માટે શુરૂ કરવામાં આવી છે. આ અંગે શાળાના ડો.આસુતોષ પાઠકે જણાવ્યું કે આ સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ સાથે બાળકોને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરાવીને તેમના અંદરની કળાને બહાર લાવવાનો છે. ઘણીવાર બાળક ભણવા માંગતો હોય પણ તેની પરિસ્થિતિના કારણે તેના સપના અધૂરા રહી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો