પારસ જાંબુ પાટણ પહોંચ્યા:દહેગામના ખાટા મીઠા કાળા જાંબુનું પાટણની બજારોમાં આગમન, એક કિલોનો ભાવ રૂ. 150થી વધુ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં દહેગામ પંથકના પારસ જાતના જાંબુ વહેંચાઈ રહ્યા છે
  • આયુર્વેદની દ્રષ્ટિએ જાંબુનું વિશેસ મહત્વ રહેલું છે

કુદરતે ઋતુચક્રના ફેરફારની સાથે સાથે અમૂલ્ય ખજાના જેવી આરોગ્ય સામે રક્ષણ આપતી ફળફળાદી માનવજાતને ભેટ આપી છે. ઉનાળા બાદ ચોમાસાના પ્રારંભ પૂર્વે પાટણ શહેરની બજારોમાં પારસ જાંબુ નું આગમન જોવા મળી રહ્યું છે. સ્વાદમાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે જાંબુ આરોગ્ય માટે અતિ ગુણકારી માનવામાં આવે છે. બદલાતી ઋતુમાં જાંબુના સેવનથી શરીરને વિટામીન સી, સુગર કન્ટ્રોલ અને ગ્લુકોઝનું પ્રમાણ મળવાથી આરોગ્ય જળવાઇ રહે છે.

અષાઢ મહિનાની શરુઆત પૂર્વે આગમન
પાટણ શહેરની બજારોમાં જેઠ અને અષાઢ મહિનાની શરુઆત પૂર્વે પારસ જાંબુનું આગમન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મીઠી મધુરી કેરીની સાથે જાંબુનું પણ આગમન થઇ જાય છે. ત્યારે હાલમાં પાટણની બજારમાં દેશી અને પારસ જાંબુનું આગમન જોવા મળી રહ્યું છે.

જાંબુ અનેક બીમારીઓને ભગાડવામાં મદદરૂપ
ચોમાસાના પ્રારંભ પૂર્વે આરોગ્યપ્રદ જાંબુ આરોગવાથી શરીરમાં થતી અનેક ગંભીર બીમારીઓ સામે રક્ષણ મળે છે. જાંબુમાં એન્ટી કેન્સર જેવા દ્રવ્યો હોવાથી કીમોથેરાપી જેવી સારવાર સામે આ જાંબુ અકસીર ઇલાજનું કામ કરે છે.

સાથે સાથે દેશી અને પારસ જાંબુમાં વિટામીન સી ભરપુર પ્રમાણમાં હોવાથી શરીરનું આરોગ્ય પણ જળવાઇ રહે છે. આમ ઉનાળાની ઋતુમાં અને ચોમાસા પૂર્વે આરોગ્યપ્રદ જાંબુ આરોગવાથી શરીરમાં થતા રોગો સામે મહત્વનું કામ કરે છે. ત્યારે હાલમાં લોકો જાબુની હોંશે હોંશે ખરીદી કરતા નજરે પડી રહયા છે. હાલમાં એક કિલો જાંબુનો ભાવ રૂ. 150થી વધુ જોવા મળી રહ્યો છે .

અન્ય સમાચારો પણ છે...