તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તર્કવિતર્ક:ચાણસ્માની દાંતકરોડી પ્રાથમિક શાળામાં ફક્ત 6 શિક્ષકનું મહેકમ છતાં 7મા શિક્ષક મૂકતાં તર્કવિતર્ક

પાટણ,ચાણસ્મા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ શિક્ષણાધિકારી દ્વારા નિયમો વિરુદ્ધ બદલી કર્યાના પ્રકરણમાં આ બદલી હશે કે કેમ તેવી આશંકા

ચાણસ્માના દાંત કરોડી ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં સરકારી મહેકમ મુજબ છ શિક્ષકો જ હોવા છતાં વધારાના સાતમા શિક્ષકને શિક્ષણ વિભાગ દ્વારા બદલી કરીને શાળામાં મૂકવામાં આવતા માગણી કે જરૂરત સિવાય શાળામાં ઘટ ન હોવા છતાં વધના શિક્ષક મૂકતા મૂઝવણ સર્જાઈ છે. વધારાના શિક્ષક મૂકવા પાછળ શું કારણ હશે તે બાબતે સવાલો ઉઠયા છે.

પાટણ જિલ્લામાં નિવૃત્તિ સમયે પૂર્વ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નિયમો વિરુદ્ધ શિક્ષકોની બદલી કરવાનું કથિત કૌભાંડ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે તે દરમિયાન જ ચાણસ્મા તાલુકાના દાંતકરોડી પ્રાથમિક શાળામાં સરકારી રજીસ્ટ્રેશન સંખ્યા મુજબ ફક્ત છ શિક્ષકોનું મહેકમ ફાળવવામાં આવેલ છે અને શાળામાં હાલ છ શિક્ષકો કાર્યરત પણ છે શાળામાં શિક્ષકની કોઈપણ ઘટ હાલમાં નથી છતાં અચાનક શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ કેસમાં એક શિક્ષકની બદલી કરીને શાળામાં મોકલવામાં આવ્યા છે ત્યારે શાળામાં મંજૂર મહેકમ કરતા વધુ એક શિક્ષકની બદલી થતાં શિક્ષક વધી પડ્યા છે ત્યારે આ દરમિયાન કોઈપણ માગણી કે જરૂરિયાત વગર શાળામાં શિક્ષકની બદલી થતા હાજર થયેલ શિક્ષકને લઈ શાળામાં મૂઝવણ ઉભી થઇ છે. આ બાબતે ઇન્ચાર્જ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા રજાનો દિવસ હોય કોઈ સંપર્ક થઇ શકયો ન હતો.

શાળાના આચાર્ય કહ્યું બદલીના ઓર્ડર સાથે આવતા શિક્ષિકાને હાજર કર્યા છે
દાંત કરોડી પ્રાથમિક શાળાના આચાર્ય કેતન પટેલે જણાવ્યું હતું કે અમારી શાળામાં છ શિક્ષકોનુ મેહકમ છે પરંતુ ગત 22 ,12 ,2020 ના રોજ એક શિક્ષિકા કાંસા પ્રાથમિક શાળામાંથી બદલી થઈને શિક્ષણ અધિકારીના બદલીના ઓર્ડર સાથે આવતા અમે શાળામાં હાજર કરેલ છે.તેમના સાથે અમારા શાળામાં સાત શિક્ષકો સ્ટાફ થાય છે.

અન્ય સમાચારો પણ છે...