પાટણ ખાતે શ્રી અને શ્રીમતી પી કે કોટાવાલા આર્ટસ કોલેજ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલફેર ના સંયુક્ત ઉપક્રમે 7 થી 9 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસનો લલિત કલા અભિગ્નતા શિબિર તેમજ પુરાતત્વ ખોજ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું .પાટણના ઇતિહાસવિદ અશોકભાઈ વ્યાસ પ્રમુખ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેક્ટર ડો. જે એચ પંચોલી તેમજ કોલેજના આચાર્ય ડો. લલીતભાઈ પટેલે પ્રસંગોચિત આશીર્વાદ સાથે શિબિરના હેતુ સમજાવ્યા હતા.
સ્થાનિક તેમજ બહાર ગામની લગભગ 80 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં અશોકભાઈ વ્યાસે હેરિટેજ ની વ્યાખ્યા કરતા કહ્યું હતું કે કોઈ સ્થાપત્ય મૌખિક કે લેખિત સાહિત્ય દસ્તાવેજો તહેવારો વગેરે એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે અને ઉત્તરોત્તર પેઢી દર પેઢી પહોંચ્યા કરે તેનું નામ હેરિટેજ. સમય જતા એમાં ફેરફારો થતા રહે પરંતુ એનું મૂળભૂત તત્વ અને ભાવ અકબંધ જળવાઈ રહેતા હોય છે. આર્કિયોલોજી શબ્દનું ભાષાંતર પુરાતત્વ કરવામાં આવે છે પુરા એટલે જૂનું પુરાણું અને એમાં તત્વ એટલે ફિલોસોફી અભ્યાસ કે શોર્ય નો સમાવેશ થાય છે .
પુરાતત્વની ખોજ માટે થતા ખોદકામ ,તેની શાસ્ત્રીય પદ્ધતિ અને તેની સાથે સંકળાયેલા અનેક શાસ્ત્રોની ભૂમિકા સમજાવી હતી. પાટણના ઇતિહાસ અને સોલંકી વંશના શાસનકાળ અને તેમાં સિદ્ધરાજ જયસિંહ સમયના સુવર્ણયુગને ઉજાગર કરતા તારીખ વાર સાથે માહિતી પીરસી હતી .ઉપરાંત 64 પ્રકારની લલિત કલાઓનું વર્ણન કર્યું હતું .કાર્યક્રમનું આયોજન પ્રો.આશુતોષ પાઠકે કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.