અર્બુદા સેનાની બેઠક:પાટણના દેવ ગામે અર્બુદા સેનાની કારોબારી બેઠકમાં શૈક્ષણિક ઠરાવોને બહાલી અપાઈ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાની કારોબારી બેઠક અર્બુદા સેનાના અધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી તથા અમુલ ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરી ઉપસ્થિતિમાં દેવ ગામે યોજાઇ હતી. આ બેઠકમાં અર્બુદા સેના દ્વારા કરવામાં આવેલા ઠરાવ અંગે ચર્ચા તેમજ સમાજ ઉત્થાન, દૂધના ભાવ, સમાજને થતાં અન્યાય સબંધિત સામાજિક અને શૈક્ષણિક સહિતના 4 ઠરાવો અંગેની બહાલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંદિરના ભુવાજી સુરેશભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અર્બુદા સેનાના પ્રમુખનું સ્વાગત
દેવ ગામે આવેલા મોટી માં મેલડી માતાજીના મંદિરે યોજાયેલી કારોબારી બેઠકમાં અર્બુદા સેનાના પ્રમુખ વિપુલ ચૌધરીનું વાજતે-ગાજતે તથા પુષ્પ વર્ષા કરીને ઉમકળાભેર સ્વાગત કરાયું હતું. ઉપરાંત જિલ્લા અને ગ્રામ્ય વિસ્તાર આગેવાનોએ સાલ, માતાજીનો ફોટો આપી અને તલવાર દ્વારા સન્માન કરાયું હતું.

સમાજને સંગઠિત કરવા પર ભાર
અર્બુદા સેનાના અઘ્યક્ષ વિપુલભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, અર્બુદા સેનાનું સંગઠન ઘરે-ઘરે, ગામડે-ગામડે અને જિલ્લાના તમામ સમાજના લોકો સુધી સૌ એ પહોંચાડવાનું છે. મને સમાજની ચિંતા છે. હવે સમાજને ડરવાની જરૂર નથી. અર્બુદા સેના સમાજને સંગઠિત કરવાનાં કાર્ય કરશે.

અન્ય સમાચારો પણ છે...