તપાસ:કંડક્ટરનું અપહરણ કરનારા 3 શખ્સોના 1 દી’ના રિમાન્ડ મંજૂર

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરાર આરોપીને પકડવા પોલીસના ચક્રોગતિમાન

મહેસાણા તાલુકાના મંડાલી ના વતની અને એસ.ટી કંડકટરનું અપહરણ કરી રૂ.1.40 લાખ પડાવી લેવાની ઘટનામાં પકડાયેલા 3 શખ્સોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે ફરાર એક શખ્સને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

મંડાલી ના વતની અને એસ.ટી કંડકટર તરીકે ફરજ બજાવતા ઈકબાલખાન સલમાનખાન પઠાણને મહેસાણા ડી-માર્ટ પાસેથી ખેતરમાં લઇ જઇ કપડાં કાઢી વિડીયો ઉતારી આંખે પાટા બાંધી પાટણના ગેસ્ટ હાઉસમાં લાવી એટીએમ કાર્ડ અને વોલેટ મારફતે બેંકમાંથી રૂ.1.40 લાખ પડાવી લેવાની ઘટનામાં એસઓજી પોલીસે પાટણની હોટેલ બ્લયુ ગેલેક્સીમાંથી ધીણોજનો આર્યન ઉર્ફે ભૂરો ગોવિંદભાઈ ચૌધરી, મણુદનો રાજ ગણેશભાઇ ચૌધરી અને પાટણ રહેતો બાદલ ઓમપ્રકાશભાઈ ચૌધરીને પકડી પાડ્યો હતો.

આ ત્રણેય શખ્સોને પોલીસે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ફરાર આરોપી મૌલિકભાઈને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા તેવું તપાસ અધિકારી વી.એ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...