હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી માટે જમીન સંપાદન કરેલ ખેડૂતોને 17 કરોડ ચુકવણા મામલે પાટણ કોર્ટ દ્વારા યુનિવર્સિટીને આદેશ કરી ચુકવણું ન કરે તો મિલકત જપ્ત કરવાનો હુકમ કરતા યુનિવર્સિટી દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ વળતર માટે માંગણી કરતા મંગળવારે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટ આપવા માટે મંજુરી આપવામાં આવી છે.ટુક સમયમાં ગ્રાન્ટ મળતા કોર્ટમાં રજૂ કરી વળતર ચૂકવાશે.
પાટણ ખાતે 1986માં યુનિવર્સિટી માટે ખેડૂતોએ જમીન સંપાદન કરતા સરકાર દ્વારા જમીન પેટે વળતર ચૂકવતા 25 જેટલા ખેડૂતો વળતર ઓછું મળવાની રાવ સાથે કોર્ટમાં ગયા હતા.જે લાંબા સમયથી કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે ખેડૂતોને 14 કરોડ જેટલું વળતર અને વ્યાજ મળી અંદાજે 17 કરોડ જેટલું વળતર ચૂકવવા માટે આદેશ કર્યા બાદ પણ ચુકવણું કરવામાં ન આવતા ફરી ખેડૂતો પાટણ કોર્ટમાં જતા કોર્ટ ગત 15 જુનના રોજ વળતર ચૂકવવા અથવા યુનિવર્સિટીની મિલકત જપ્ત કરવા આદેશ કરવામાં આવ્યો હતો.
જે અનુસંધાન યુનિવર્સિટી દ્વારા વળતર સરકાર દ્વારા ચુકવણું કરવાનું હોય તેમના અભિપ્રાય લઈ કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ મુદત માંગવામાં આવી હતી. તમામ રકમની ગ્રાન્ટ યુનિવર્સિટીને નાણાં વિભાગમાંથી ફાળવામાં આવેલ હોવાનો ઉચ્ચ શિક્ષણ કમિશ્નર વિભાગનો પરિપત્ર મંગળવારે યુનિવર્સિટીમાં આવ્યો હતો.યુનિવર્સિટીને વળતરની કુલ 17.06 કરોડ ગ્રાન્ટ ફાળવામાં આવતા યુનિવર્સિટી પરનું સૌથી મોટું ભારણ હળવું થતા સત્તાધીશોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
સરકારમાંથી ગ્રાન્ટ મળતા સત્વરે ખેડૂતોને વળતર ચૂકવાશે : રજીસ્ટ્રાર
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ખેડૂતોને ચૂકવાના બાકી રકમ સરકાર દ્વારા ફાળવામાં આવે તેવી સરકાર અને શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી.જે અનુસંધાન આજે સરકારના નાણાં વિભાગ દ્વારા ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ છે.ગણતરીના દિવસોમાં ગ્રાન્ટ મળતા કોર્ટમાં રજૂ કરી ખેડૂતોને સત્વરે ચુકવણું થાય એવો અમારો પ્રયાસ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.