અઠ્ઠાઈ તપ:પાટણમાં અઠ્ઠાઇ તપની તપશ્ચર્યા કરનારી 14 વર્ષની સ્તુતિ જૈનની અનુમોદનાની શોભાયાત્રા યોજાઈ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્મશાળા ખાતે સાધર્મિક ભક્તિમાં દીકરીને તપસ્યાને બિરદાવાઇ
  • પાટણનાં દાનવીર દેવદત્ત જૈનની પૌત્રીએ અને પરિવારનાં સભ્યોએ વિવિધ તપસ્યા કરી

પાટણ શહેરમાં થોડા દિવસ પહેલા પર્વાધિરાજ પર્યુષણ પર્વ સંપન્ન થયા હતા. આ તપશ્ચર્યાનું મહત્ત્વ ધરાવતા પાવનપર્વ દરમિયાન પાટણનાં અનેક જૈન શ્રાવક-શ્રાવિકાઓએ વિવિધ પ્રકારનાં અને ચોક્કસ દિવસોની કઠીન ઉપવાસની તપશ્ચર્યા કરી હતી.ત્યારે તપસ્વીઓ માં પાટણનાં જાણિતા દાનવીર અને જૈન અગ્રણી એડવોકેટ દેવદત્તભાઇ જૈનનાં પુત્ર મેહુલભાઇ જૈનની 14 વર્ષીય દીકરી સ્તુતિએ પણ આ પર્યુષણ પર્વમાં સાગરજૈન ઉપાશ્રય ખાતે બિરાજમાન જૈનાચાર્યની નિશ્રા અને આશીર્વાદ સાથે અઠ્ઠાઇ તપની આરાધના કરીને આઠ દિવસનાં ઉપવાસ કર્યા હતાં. જેની અનુમોદનાર્થે આજે દેવદત્તભાઇ અને મેહુલભાઈ જૈન પરિવાર દ્વારા તેના ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમનાં ભાગરૂપે પાટણ ખાતેનાં સાગર જૈન ઉપાશ્રય ખાતેથી પૂ. જૈનાચાર્યનાં આશીર્વાદ મેળવીને શણગારેલા રથમાં તપસ્વીઓને બિરાજમાન કરાવીને વાજતે ગાજતે શોભાયાત્રા પ્રસ્થાન પામી હતી. આ શોભાયાત્રામાં મહારાજ સાહેબો, પાટણના જૈન અગ્રણીઓ પરિવારજનો જોડાયા હતાં.

આ શોભાયાત્રા પાટણનાં પંચાસરા જૈન દેરાસર પાસેનાં સભામંડપ ખાતે પહોંચી હતી. જ્યાં સાધર્મિક ભક્તિનું આયોજન કરાયું હતું. તથા તપસ્વી દીકરી સ્તુતિને આશીર્વાદ આપી તેની નાની ઉંમરમાં કઠીન તપસ્યા બદલ અનુમોદના કરી હતી. આ પ્રસંગે તેમનાં પરિવારનાં પિન્કીબેન રાકેશભાઇ શેઠ-30 ઉપવાસ, માહિ કલ્પેશકુમાર શેઠ-11 ઉપવાસ, પ્રાચી પરાગ શાહ 8ઉપવાસ તથા માહિર શ્રીપાલકુમાર શાહે-8 ઉપવાસ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...