એપ્રિલથી જૂન 2022 સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી પાટણ જિલ્લાની 252 અને તાજેતરમાં વિભાજન થયેલી તેમજ નવીન અસ્તિત્વમાં આવેલી 18 ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓની વહીવટદાર તરીકે જિલ્લા વિકાસ અધિકારીએ નિમણૂક કરી છે.
જેમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કે ચાર્જ સંભાળતા તલાટી કમ મંત્રી સિવાયના અન્ય ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને વહીવટદાર તરીકે નિમણૂક કરી છે.આ ગ્રામ પંચાયતોની ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટદારો ગ્રામ પંચાયતની સત્તાનું સુકાન સંભાળશે. ગ્રા.પં.ના વહીવટદાર તરીકે સિનિયર ક્લાર્ક, વિસ્તરણ અધિકારી, આંકડા અધિકારી, ગ્રામ સેવકો, નાયબ મામલતદારોને નિમણુંક કરવા જિલ્લા પંચાયતે વિકાસ કમિશ્નરને મોકલેલી દરખાસ્ત રદ થઇ છે. પંચાયત વિભાગના આદેશથી તલાટી કમ મંત્રીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.